પોલિટેક્નિક કોલેજ વિવાદો,સની લિયોની-સવિતા ભાભીના પાઠણ ભણાવાયા!!

0
10

અમદાવાદ,તા.૭
અમદાવાદ પોલિટેક્નિક કોલેજ વિવાદોમાં સપડાઈ છે. અહીં વિદ્યાર્થીઓ સામે એક્સપર્ટે હેકિંગના પાઠ સમજાવતા પોર્ન સ્ટાર્સનું ઉદાહરણ આપતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાને પગલે પોલિટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. હાલ સમગ્ર મામલો GTUમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઈ રહી છે.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, અમદાવાદ પોલિટેક્નિક કોલેજમાં ૧૯મી જુલાઈના રોજ એથિકલ હેકિંગ પર એક વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. આ વ્યાખ્યાન દરમિયાન સાયબર એક્સપર્ટ સની વાઘેલાએ હેકિંગના પાઠમાં સની લિયોની અને સવિતા ભાભીના ઉદાહરણ આપ્યા હતા. પોર્ન સ્ટાર્સના આવા વાહિયાત ઉદાહરણથી વિદ્યાર્થિનીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.
એક્સપર્ટ દ્વારા પોર્ન સ્ટારના આવા ઉદાહરણથી વિદ્યાર્થિનીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ આ સમગ્ર મામલો GTUમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY