પુલ પરથી ટ્રક ખાબકી પડતા ૭ના મોત, ૨૫થી વધુ ગંભીર

0
211

અમરેલી,તા.૨૩
મોડી રાત્રે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર પુલ પરથી ટ્રક ખાબકી પડતા ૭ વ્યÂક્તના કમકમાટી ભર્યા મોત થયા હતા, જ્યારે ૨૫થી વધુ લોકોની હાલત ગંભીર છે.
અમરેલી જિલ્લાના રાજુલાના નિંગાળા ગામ નજીક મોડી રાત્રે ઉનાના સોખડા ગામે સગાઈના પ્રસંગમાં ગયેલ ટ્રક પરત ફરતીવેળા એ નિંગાળાના પુલ પર થી ૧૫ ફૂટ નીચે ખાબકતા ૬૦ લોકો ટ્રક નીચે દબાઇ ગયા હતા. ઇજાગ્રસ્તોએ ચીસાચીસ કરતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. તમામ લોકો મહુવા તાલુકાના જાદરા ગામના રહેવાસી છે અને ઉના તાલુકાના સોખડા ગામ એ કોળી પરિવાર સગાઈના પ્રસંગે ગયા હતા અને ત્યાંથી પરત ફરતા સમયે આ ગોઝારો અકસ્માત નડ્યો.
મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે ટ્રક નો ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને જેસીબી અને ક્રેઇન વડે ટ્રક ઉંચો કરવાની કામગીરી કપરી હોવા છતાં પણ અડધી રાત્રે વહીવટી તંત્રે કરી બતાવી વધુ મોતનો આંકડો અટકવવા માટે સરાહનીય કાર્ય કર્યું હતું.
૧૦૮ સહિત સામાજિક સંસ્થાની અને અહીં આવેલ ઔદ્યગિક કંપનીઓની ૮ જેટલી એમ્બ્યુલન્સ વડે તમામ મૃતક અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજુલા તાલુકાના તમામ સરકારી ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલોની ટીમો સેવા આપવા દોડી આવ્યા હતા.
આ ઘટનાની સીએમઓએ નોંધ લીધી છે. તેમજ ઘટના પર રિપોર્ટ મંગાવ્યો છે અને તપાસના આદેશ આપ્યા છે . બીજી તરફ, મૃતકના પરિવારજનોને મુખ્યપ્રધાન સહાય ફંડમાંથી આર્થિક સહાય આપવામાં આવશે તેવી જાહેરાત થઈ છે. ઘાયલોની પણ સારવારની સરકારે જવાબદારી ઉપાડવાની તૈયારી દર્શાવી છે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY