વરસાદ ખેંચાતા જગતનાં તાતને રોવાનો વારો આવ્યો, સૌરાષ્ટ્રમાં હાલત કફોડી

0
34

પોરબંદર,તા.૧૦
મેઘરાજા એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મહેર કરી છે, તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતીત બન્યા છે. પોરબંદર જિલ્લામાં ૯૦ ટકા ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા જગતનો તાત પોતાના ઉભા પાકને બચાવવા મેઘરાજા પાસે વરસાદ વરસાવવા પ્રાથના કરી રહ્યો છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસરના પગલે આજથી ૧૮ દિવસ પૂર્વે જિલ્લામાં સરેરાશ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. આ વરસાને આધારે જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ આ વિસ્તારના મહત્વના એવા મગફળી અને કપાસ સહિતનુ વાવેતર કરી દીધુ હતુ. લાંબા વર્ષો બાદ વાવણીનું મુહૂર્ત સચવાયું હોવાથી ખેડૂતો હરખાયા હતા. પરંતુ ત્યારબાદ એક વખત પણ વરસાદ નહી વરસતા ખેતરોમાં ઉગેલા પાક મુરઝાવા લાગતા ખેડૂત ચિંતીત બન્યા છે. છેલ્લા બે ત્રણ વર્ષથી અનેક જિલ્લાઓમાં વરસાદનુ પ્રમાણ ઓછુ રહેતા હાલમાં તળમાં પણ પાણી નહી હોવાથી ખેડૂતોને પોતાના પાક બચાવવા માટે વરસાદ પર જ નિર્ભર બન્યા છે. જિલ્લામાં જે ખેડૂતો પાસે થોડુ ઘણુ જે પાણી બચ્યુ છે
તેનો ઉપયોગ સુકાઈ રહેલ પાકને જીવતદાન આપવાના પ્રયાસો કરી રહ્યા છે. તો અમુક સ્થળો પર ખેડૂતો પાકને બચાવવા પાણીના ટેક્નરનો પણ સહારો લઈને વાવતેર કરેલ મગફળીમાં પિયત કરી રહ્યા છે. હાલ તો સમગ્ર જિલ્લાના ખેડૂતો ભગવાન પાસે એક જ પ્રાથના કરતા જોવા મળી રહ્યા છે કે વહેલીતકે મેઘમહેર થાય જેથી તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે અને પોતે કરેલા લાખો રૂપિયાનુ રોકાણ એળે ન જાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY