દુષિત પાણીને કારણે રોગચાળો ફેલાયો, હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા

0
14

વડોદરા,તા.૭
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારમાં આપવામાં આવેલા દુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. કારેલીબાગ ખાતે આવેલા ચેપી રોગની હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી જતા બેડ ખૂટી ગયા છે. કેટલાક દર્દીઓને બેડ ન મળતા જમીન ઉપર પથારી ઉપર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે.
ચેપી રોગ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. પ્રિતેષ શાહે જણાવ્યું હતું કે, કોર્પોરેશનના નિમેટા ખાતે આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખામી સર્જાતા પૂર્વ વિસ્તારમાં દુષિત પાણી આવતું હતું. જે દુષિત પાણી પીવાના કારણે પૂર્વ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. વધુમાં વધુ કમળો, ઝાડા-ઉલટી જેવા રોગચાળાના દર્દીઓ પૂર્વ વિસ્તારમાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં ૫૦ બેડની સુવિધા છે. પરંતુ, હાલમાં ૬૫ જેટલા દર્દીઓ છે. તેમના માટેની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY