પોરબંદર,તા.૨૯
નેવલએર એનકલેવ ખાતે ભારતીય નૌસેનામાં ડોર્નિયર સ્કવોર કમિશનિંગ સેવારંભ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ વાઇસ એડમિરલ એમ.એસ.પવાર, એવીએસએમ, વીએસએમ ભારતીય નૌકાદળના નાયબ અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ડોર્નિયર હવાઈ જહાજોએ ભારતીય નૌકા સેનામાં લગભગ ત્રણ દાયકાની સેવા પૂરી કરી છે. તે સર્વેલન્સની કામગીરી માટે મુખ્ય વિમાન તેમજ ભારતીય નૌકા દળનું સ્વદેશીકરણ કરવામાં દીવાદાંડી સમાન બન્યા છે. આપણે બધા ઓપરેશન વિજય અને ઓપરેશન પરાક્રમ દરમિયાન તેમની ઉત્કૃષ્ટ કામગીરીથી પરિચિત છીએ.
નવા ચાર સીએસ ડોર્નિયર સામેલ થવાથી આઈએનએએસ ૩૧૪ એ ભારતીય નૌકાદળનું છઠ્ઠું ડોર્નિયર વિમાન બનશે. આઈએનએએસ ૩૧૪નું કાર્યસ્થળ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ હોવાથી ભારતીય નૌકા દળના દરિયાઈ સરહદોનાં સંરક્ષક તરીકે તેનું સ્થાન અગ્રગણ્ય છે. અત્યાધુનિક સેન્સર્સ અને ટેક્નોલોજીથી સજ્જ આઈએનએએસ ૩૧૪ ઉત્તર અરબી સમુદ્રમાં નજર રાખવાની કામગીરી પાર પાડવામાં હંમેશા મોખરે રહેશે. ભારતીય નૌકાદળ નવા સામેલ કરવામાં આવેલા આ ડોર્નિયરનો સ્વીકાર કરનાર અને એનું સંચાલન કરનારા ભારતીય સેનાનું પ્રથમ દળ બન્યું છે, જે ગ્લાસની કોકપિટ, અત્યાધુનિક સર્વેલન્સ રડાર, ઇલેક્ટ્રોનિકલ ઇન્ટેલિજન્સ સેન્સર્સ, ઓપ્ટિકલ સેન્સર અને નેટવર્િંકગ ખાસિયતો સાથે સજ્જ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



