ન્યુ દિલ્હી,તા.૨૯
દેશની સેના ને વધુ આક્રમક અને વધુ સુવિધા સંપન્ન બનાવવાના હેતુથી રુપિયા ૨૦,૦૦૦ કરોડ ની મિલેટરી પ્રોજેક્ટ ડીલને કેન્દ્ર સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે. સેના માટે વધુ આક્રમક અને અતિ આધુનિક શસ્ત્રો ખરીદવા માટે તેમજ નવી નવી સિસ્ટમો ખરીદીને સંરક્ષણ ક્ષેત્રને વધુ ધારદાર બનાવવામાં આવશે અને સેનાને વધુ આક્રમક અને મારક બનાવવામાં આવશે.
સંરક્ષણ મંત્રાલયની ટોપ લેવલની ડિફેન્સ સાઉથ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ ના સોદાને મંજૂરી આપી દેવામાં આવી છે રાત્રે પણ દેખાય તેવી એસોલ્ટ રાઈફલ મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવશે અને મેન્યુફેક્ચરિષ્ગ વધારી દેવામાં આવશે સંરક્ષણ ને લગતા ઉત્પાદનને ઉત્તેજન આપવામાં આવશે.
દેશની ખાનગી ઉદ્યોગની ભાગીદારી જમા રાખવામાં આવશે આધુનિક શસ્ત્રો બહારથી પણ ખરીદવામાં આવશે અને દેશમાં પણ બનાવવામાં આવશે અને નવી નવી આધુનિક સિસ્ટમો અપનાવવામાં આવશે.
સંરક્ષણ મંત્રી એ આ બાબતે વડાપ્રધાન સાથે અને સંબંધિત મંત્રીઓ સાથે આ પહેલા ચર્ચા મંત્રણા કરી લીધી હતી ત્યારબાદ સંરક્ષણ મંત્રાલયની બોડીએ રુપિયા ૨૨ હજાર કરોડના આ સોદાને મંજૂરી આપી છે. વડાપ્રધાન કાર્યાલય સમક્ષ પણ સમગ્ર હકીકતો મોકલી દેવામાં આવી છે.
થોડા દિવસો પહેલાં પણ ભારતે પોતાની સંરક્ષણ તાકાતને વધુ ધારદાર બનાવવા માટે કેટલાક નવા પ્રોજેક્ટો હાથ પર લેવાની જાહેરાત કરી હતી અને તેમાં વિદેશી સહકાર પણ માંગ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


