100 સોસાયટીના રહીશો ગટરની ગંદગીથી ત્રસ્ત PM મોદીને પત્ર લખીને ગટર ખોદવાના કાર્યક્રમનું આમંત્રણ આપ્યું

0
548

વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી 100થી વધુ સોસાયટીમાં ગટરની સુવિધા ન હોવાથી સમગ્ર વિસ્તાર ગંદગીથી ખદબદે છે.જેથી કંટાળેલા રહીશોએ આજે પીએમ મોદીને પીએમ ઓનલાઇનમાં લેટર લખીને ગટર ખોદવાના કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું.

વુડાએ પણ હાથ ઊંચા કરી દીધા
વડોદરા શહેરના ભાયલી રોડ આવેલી રીવેરા-2, નારાયણ વેસ્ટ, સીલ્વર નેસ્ટ, સોલારીઝ, શામલ સહિતની 100થી વધુ સોસાયટીઓમાં ગટરના કનેક્શન જ આપવામાં આવ્યા નથી. શરૂઆતમાં બિલ્ડરોએ ખાળકૂવા ખોદી આપ્યા હતા. પરંતુ ખાળકૂવા ઉભરાતા હવે આ વિસ્તાર ગંદગીથી ખદબદી રહ્યો છે. લોકોને ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની ગયું છે. જેથી સોસાયટીઓના રહીશો પીએમ અને સીએમને અનેક વખત ઓનલાઇન ફરિયાદો કરી ચૂક્યા છે. આ ઉપરાંત વુડામાં પણ અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ આ સોસાયટીઓ તેમની અંડરમાં ન આવતી હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા છે.

ગટરના પાણીના કારણે મચ્છરનો ઉપદ્ગવ વધ્યો
ગટરના પાણી ઉભરાતા સમગ્ર વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી લોકો મચ્છરજન્ય બિમારીઓનો ભોગ બની રહ્યા છે. જેના કારણે સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ નં-1માં આ એરિયા આવે છે, તેમ છતાં હજુ સુધી મુશ્કેલી અંગે કોઇ કાર્યવાહી થઇ નથી.

કંટાળીને લોકોએ પીએમ મોદીને પત્ર લખીને આમંત્રણ આપ્યું
ગંદગીથી કંટાળેલા આસપાસની 20 જેટલી રહીશો આજે ભેગા થયા હતા. અને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત દેશના પીએમ નરેન્દ્ર મોદીને ઓનલાઇન લેટર લખીને આમંત્રણ આપ્યું હતું. જેમાં રહીશોએ લખ્યું છે કે, માફી સાથે અમે તમને કહીએ છીએ કે, અમે ગટર ખોદવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં તમને હાજર રહેવા માટે આમંત્રણ આપીએ છીએ.

વડોદરા કુણાલ ચૌહાણ. +919974184414

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY