ન્યુ દિલ્હી,તા.૨૦
ટૂંકાગાળાની ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરતાં નાના રોકાણકારો માટે સારા સમાચાર છે. સરકારે પÂબ્લક પ્રોવિડન્ટ ફન્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર, એનએસસી અને ટૂંકા ગાળાની ડિપોઝિટ સ્કીમમાં ૦.૪ ટકા વ્યાજ દર વધાર્યાની જાહેરાત કરી છે.
સરકારની જાહેરાત મુજબ વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસકગાળા ૧ ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બરમાં આ યોજનામાં રોકાણ કરવાથી વધારે વ્યાજ મળશે. આ સમયગાળા માટે પીપીએફમાં ૭.૬%ના બદલે ૮%, એનએસસીમાં ૭.૬%ના બદલે ૮%, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ૮.૧ના બદલે ૮.૫%, કિસાન વિકાસપત્ર પર ૭.૩%થી વધીને ૭.૭% કરવામાં આવ્યો છે.
નાણા મંત્રાલય દ્વારા ગુરુવારે ટિ્વટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ૫ વર્ષીય માસિક આવકના ખાતા પર ૭.૭ ટકા, સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર ૮.૭ ટકા અને ૫ વર્ષીય રિકરિંગ ડિપોઝિટ પર ૭.૩ ટકા વ્યાજ મળશે.
તાજેતરમાં આ તમામ બચત યોજનાઓ પર અલગ-અલગ લોક-ઇન પીરિયડ છે, જેના કારણે લોકો નક્કી કરેલા સમયગાળા સુધી રોકાણ કરે છે અને ત્યારબાદ તે પોતાની જમા રકમ ઉપાડી શકાય છે. જાકે સરકાર પી.પી.એફ. સહિત તમામ યોજનાઓ માટે કાયદામાં પરિવર્તન કરવા જઇ રહી છે. જેના કારણે આ પ્રકારના તમામ નાના બચત ખાતાઓ બેન્કોમાં ચાલનારી સામાન્ય બચત ખાતામાં પરિવર્તિત થશે.
પી.પી.એફ. માં હાલમાં ૧૫ વર્ષનો લાક-ઇન પીરિયડ છે, જેમાં ૭ વર્ષ પછી ચાર વર્ષ સુધી જમા કુલ રકમની ૫૦ ટકા રકમ નીકાળી શકાય છે. આ યોજનામાં પાંચ વર્ષ પછી ખાતું બંધ કરાવી શકાય છે, પરંતુ ત્યારબાદ વ્યાજ નહીં મળે.
સ્મોલ સેવિંગ્સ એક્ટની સમાપ્તિ બાદ જે એકાઉન્ટ્સ પર સૌથી વધુ અસર પડશે, તેમાં પોસ્ટ આૅફિસ સેવિંગ બેંક એકાઉન્ટ, નેશનલ સેવિંગ મંથલી ઇન્કમ, નેશનલ સેવિંગ આરડી એકાઉન્ટ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, નેશનલ સેવિંગ ટાઇમ ડિપોઝિટ (૧,૨,૩ અને ૫ વર્ષ), સિનિયર સિટીઝન્સ સેવિંગ સ્કિમ, એનએસસી, પી.પી.એફ. અને ખેડૂત વિકાસ પત્ર સામેલ છે.
સરકાર જે નવો કાયદો લઇને આવશે, તે મુજબ ખાતાધારક કોઈ પણ ઇમર્જન્સીના સમયે ખાતામાંથી પૈસા અથવા તો એકાઉન્ટને બંધ કરાવી શકશે. સરકારનું માનવું છે કે આ કરવાથી વધુમાં વધુ લોકો આ પ્રકારની નાની બચત યોજનાઓમાં રોકાણ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



