શહેરનાં ૨૨૩૬ મકાન પર કાયમી ‘હેરિટેજ પ્લેટ’ લાગશે : ડિઝાઇન તૈયાર

0
11

ગાંધીનગર,તા.૨૦
મુંબઇ, દિલ્હી જેવાં દેશનાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરીટેજ સિટી જાહેર કરાયું છે તો તેની પાછળનું મુખ્ય કારણ શહેરના કોટ વિસ્તારનાં શ્રેષ્ઠ શૈલીનાં અપ્રતિમ કલાકારી ધરાવતાં મકાન છે.
છસો વર્ષનો ઇતિહાસ ધરાવતા અમદાવાદમાં હિન્દુ, મુસ્લિમ અને જૈન સંસ્કૃતિનાં દર્શન ધરાવતા ઐતિહાસિક સ્થાપત્યની પણ ભારતભરમાં વિશિષ્ટ ઓળખ છે, પરંતુ કોટ વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ સતત વધતી જતી હોઇ આવાં હેરીટેજ મકાન ભયમાં મુકાયાં છે. આ બાબતથી ચિંતિત મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા તમામ હેરીટેજ મકાન અને સ્થાપત્ય પર ગ્રેડ મુજબ હેરિટેજ પ્લેટ્‌સ લગાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.
હેરીટેજ ટ્રસ્ટમાં છેક જૂન મહિનાથી હેરીટેજ પ્લેટ્‌સનો મુદ્દો વિચારાધીન હતો. હેરીટેજ ટ્રસ્ટ દ્વારા જ હેરીટેજ પ્લેટ્‌સની ખાસ ડિઝાઇન તૈયાર કરાઇ છે. જેને કમિશનર વિજય નેહરાએ લીલી ઝંડી આપતાં હવે કોટ વિસ્તારના બેફામ ગેરકાયદે બાંધકામ સામે હેરિટેજ મકાનને આગવી ઓળખ આપતી હેરીટેજ પ્લેટ્‌સથી સલામતી મળશે તેવો તંત્રનો દાવો છે.
એક અંદાજ પ્રમાણે કોટ વિસ્તારમાં હજુ એક દાયકા પહેલાં ૧ર હજારથી વધારે હેરીટેજ મકાન હતાં, પરંતુ બિલ્ડર-માફિયાની ધાકના કારણે સમગ્ર કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામના રાફડેરાફડા ફાટી નીકળ્યા છે. તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારી અને કેટલાક ભ્રષ્ટ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના કારણે હવે માત્ર રર૩૬ હેરિટેજ મકાન તંત્રના ચોપડે શેષ બચ્યાં હોઇ તેની સામે પણ હંમેશાં ભય તોળાયેલો રહે છે.
જાકે તંત્ર દ્વારા હેરીટેજ મકાન માટે છ ઇંચ અને ૪૪૯ સ્થાપત્યને આઠ ઇંચ વ્યાસ ધરાવતી વાદળી રંગની સ્ટેનલેસ સ્ટીલની હેરિટેજ પ્લેટ્‌સ લગાવાશે. આ પ્લેટ્‌સના વચ્ચેના ભાગમાં જે તે મકાન કે સ્થાપત્યનું ગ્રેડેશન, સર્વનંબર અને વોર્ડનો ‘સોનેરી લખાણ’માં ઉલ્લેખ કરાશે. અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સિટીનો લોગો ધરાવતી પ્રતિ હેરીટેજ પ્લેટ્‌સને બેસાડવા સહિતનો ખર્ચ રૂ.પપ૦નો આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY