દાટેલા મડદાઓ ઉખેડવાનું ભાજપા પાસેથી કોઈ શીખે. કેન્દ્રના મંત્રી રવિશંકર ખૂબ જ ભોળાભલા છે,બહુ જ માસૂમ છે. તેઓ એડવોકેટ છે. કાયદાઓ જાણે છે,કાયદા પુરાવા માંગે છે. પરંતુ જ્યારે સત્તા માટે ખેલ ખેલવામાં આવે છે ત્યારે તેમાં કોઈ પુરાવાની જરૂર નથી હોતી. જે ટીકાઓ કરવી હોય તે કરો. જે રીતે તેમણે કહ્યું કે રાજેન્દ્રપ્રસાદ રાષ્ટ્રપતિ ન બને તેવું નહેરુ ઈચ્છતા હતા. નહેરુને રાજેન્દ્ર પ્રસાદથી એટલી બધી નફરત હતી કે તેઓ તેમની અંતિમ યાત્રામાં આવ્યા ન હતા. આવુ વિગેરે નહેરુને તેમના અત્યારના હાજર પરિવારથી પણ વધારે ભાજપના નેતાઓ ભારે ઉત્સાહથી પ્રાતઃસ્મરણ કરે છે. જાણે કે નહેરુજી તેમની ચૂંટણી વૈતરણી પાર કરાવશે….! આ દુનિયામાં નથી નહેરુજી કે નથી રાજેન્દ્ર પ્રસાદ. પરંતુ બંન્નેના સંબંધોને લઈને રાજકારણ ખેલાઈ રહ્યું છે. નહેરુજીનું સ્મરણ કરવાવાળા રવિશંકરે જા પોતાના પક્ષના સન્માનનીય અને બુઝુર્ગ નેતા લાલ ક્રૃષ્ણ અડવાણીજી તરફ પોતાનો માસૂમ ચહેરો ફેરવે તો ખબર પડે કે તેમના જ પક્ષમાં આજે તેમની Âસ્થતિ શું છે. શું અડવાણીજીની ઉપેક્ષા નથઈ થઈ રવિશંકરજી…..!!?
ભાજપના નેતાઓની સંસ્કૃતિ હતી કે હું નહી તુ! પરંતુ ગુજરાતથી જે હુ…હુ…અને ફક્ત હું જની જે એક જ હવા ચાલી તેમાં અડવાણીજીના માથા પરથી વડાપ્રધાનની છત ઉડી ગઈ! છાપરૂ(ઉડી ગયુ) ઉડાવી દેવામાં આવ્યું. શું તેમને વડાપ્રધાન બનવાનો મૂળ અધિકાર ન હતો? તેઓ તો સરદાર પટેલની જેમ ઉપવડાપ્રધાન પણ હતા. તેમને તમારા જ પક્ષે છોટે સરદાર અને લોખંડી પુરુષ કહ્યા હતા. પણ આજે એ લોખંડી પુરુષ ક્યાં છે? શું દેશને ચલાવવા માટે રવિજી આપશ્રીએ કે આપના વડાપ્રધાને ક્યારેય તેમની સાથે સલાહ મસલત કરી? કે તેમના અનુભવોનો દેશના હિતમાં ઉપયોગ થવો જાઈતો ન હતો? ગોવા કારીબારી દરમ્યાન દિલ્હીમાં અડવાણીજીના ઘરની બહાર ભાજપના લોકોએ જ તેમના વિરુદ્ધમાં જારદાર સૂત્રોચ્ચાર કર્યા હતા એ તો રવિજી આપ સારી રીતે જાણતા જ હશો. કોણ હતું તેની પાછળ એ બધા જાણે છે.
રવિજી,આજે અડવાણીજી વડાપ્રધાન હોત તો દેશની પરિસ્થિતિ આવી ન હોત કે જે આજે છે. કાÂશ્મરનો પ્રશ્ન ઉકેલી ગયો હોત. ખેડૂતોએ વારંવાર મોરચા કાઢવા ન પડત. અન્ય પક્ષોથી સુમધુર સંબંધો હોત. તેમના સુશાનનો લાભ દેશને મળોત. પરંતુ આવુ ના થયુ અને આજે તેઓને પક્ષના હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. આ દિલ્હીના રાજકારણમાં બધા જાણી ગયા છે. જશવંતસિંહજી પક્ષમાં કેમ નથી તેમના પુત્રને રાજસ્થાનની ચૂંટણીમાં રાજેની વિરુદ્ધમાં શા માટે મોરચો ખોલવો પડ્યો? મુરલી મનોહર જાષીની મોરલીના સુર હવે કેમ ભાજપા પાર્ટીમાં સંભળાતા નથી…? અરૂણ શૌરીને તમારી સરકાર વિરુદ્ધમાં કેમ કોર્ટમાં જવુ પડ્યુ? રાજકારણમાં કશુ પણ કાયમ નથી. બની શકે કે તમારે એ જ નેતા પાસે જવું પડે. જેમને આજે ખૂણામાં બેસાડી દીધા છે. નહેરૂનું આપ છોડે તેમણે આ બધુ કર્યું તેની સજા તેમને મળી હશે. પરંતુ આપના પક્ષમાં જે આજે મોજુદ છે તેમની ચિંતા ફિકર આપ કરો એ માનવતાના નાતે ઉચિત લેખાશે. નહેરુએ સરદાર પટેલને અન્યાય કર્યો આપે મોટી મૂર્તિ બનાવીને સન્માન આપ્યુ. નહેરૂએ રાજેન્દ્ર પ્રસાદને અન્યાય કર્યો તો રવિજી એ બતાવો તેમની મૂર્તિ ક્યારે બની રહી છે….!?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


