વર્ષ 2009માં તિલકવાડાના બે ઈસમોની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા,દરમિયાન પોલીસે એમને માર માર્યો હોવાનું જજ સમક્ષ સોગંદનામું કર્યું હતું.
રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના તત્કાલીન પીએસઆઇ તથા અધિક હે.કો ને વર્ષ 2009માં આરોપીઓને માર મારવાના કેસમાં રાજપીપળા કોર્ટે 9 માસની સાદી કેદ અને 1000 રૂપિયા દંડ ફટકારતા ોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
કેસની વિગત મુજબ તિલકવાડા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં સેકન્ડ 19/9 ઇ.પી.કો કલમ 323,504,114 તથા બી.પી.એક્ટની કલમ 135 ના ગુનામાં રમેશ બચુ બારીયા અને દલસુખ બલા બારીયાને 19/6/2009 ના રોજ પ્રોડકસનથી કોર્ટમાં રજૂ કર્યો હતો.દરમિયાન પોલીસે એમને માર માર્યો છે કે કેમ એ અંગે કોર્ટે બન્ને આરોપીઓને પૂછ્યું હતું. ત્યારે તિલકવાડા પોલીસ મથકના તત્કાલીન પીએસઆઇ અને હાલ નવસારી પીઆઈ જતીન ધીરજ ડાંગરવાલા તથા તત્કાલીન અધિક હેડ કોન્સ્ટેબલ હાલ વડોદરા સી.આઈ.ડી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીનું ચીમન પાટણવાડિયાએ એમને નેટરના દંડા વડે માર મારી બીભત્સ ગાળો ભાંડી હોવાનું કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું.ત્યાર બાદ તબીબી તપાસ કરી એ પુરાવાઓ પણ રજૂ કર્યા હતા.તે મુજબ ફરિયાદી પક્ષના વકીલ શ્રેયસ ડી પરમારની દલીલોને ગ્રાહ્ય રાખી તિલકવાડા કોર્ટે તિલકવાડા પોલીસ મથકના તત્કાલીન પીએસઆઇ અને હાલ નવસારી પીઆઈ જતીન ધીરજ ડાંગરવાલા તથા તત્કાલીન અધિક હેડ કોન્સ્ટેબલ હાલ વડોદરા સી.આઈ.ડી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીનું ચીમન પાટણવાડિયાને 9 માસની સાદી કેદ અને 1000 રૂપિયા દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



