સીએનએનની ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો

0
8

કોઇ અજાણ્યા વ્યક્તિએ ટાઇમ વોર્નર સેન્ટરમાં ૫ સ્થળોએ બોમ્બ રાખ્યા હોવાનો ફોન કર્યો
વોશિંગ્ટન,તા.૭
સીએનએનની ન્યૂયોર્ક સ્થિત ઓફિસને ગુરૂવારે મોડી રાત્રે બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી. ધમકી બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બિલ્ડિંગ ખાલી કરાવી દીધી હતી. સીએનએન વેબસાઇટ અનુસાર, ન્યૂઝ રૂમમાં રાત્રે ૧૦.૩૦ વાગ્યે શો બાદ ફાયર એલાર્મ ઓન થયું ત્યાં સુધી ચેનલ રેકોર્ડેડ પ્રોગ્રામ ચલાવી રહી હતી. જા કે, એક કલાક બાદ બિલ્ડિંગની બહાર ચેનલે સ્કાઇપની મદદથી ફરીથી લાઇવ પ્રસારણ શરૂ કરી દીધું.
ઓફિસમાં બોમ્બ મુક્યો હોવાના સમાચાર બાદ પોલીસને કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નહતી. રાત્રે ૧૧ વાગ્યા સુધી પોલીસે તમામ કર્મચારીઓને બિલ્ડિંગમાં પરત જવાની મંજૂરી આપી હતી. કેટલાંક સીએનએન કર્મચારીઓએ આ ઘટના અંગે ટ્‌વીટ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, કોઇ વ્યક્તિએ ટાઇમ વોર્નર સેન્ટરમાં ૫ અલગ અલગ સ્થળોએ બોમ્બ મુક્્યા હોવાનો ફોન કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ગુરૂવારે રાત્રે ૧૦ વાગ્યે ટ્રમ્પે ફૅક ન્યૂઝને લગતી ટ્‌વીટ કરી હતી. જેમાં ફૅક ન્યૂઝ – લોકોના દુશ્મન તેવું લખ્યું હતું.
આ ટ્‌વીટના અડધા કલાક બાદ જ સીએનએન ઓફિસમાં બોમ્બ હોવાનો ફોન આવ્યો હતો. ટ્રમ્પ અવાર-નવાર પોલિટીકલ કરિયર સામે નિશાન સાધતા સીએનએન સામે રોષ વ્યક્ત કરતા હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY