શિવસેના ૫૦-૫૦ ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે : ઉદ્ધવ ઠાકરે

0
1

પુણે,તા.૨૪
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અહીંના રાજકારણમાં એક ટ્વિસ્ટ જોવા મળી રહી છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પરિણામ આવ્યા પછી પોતાની પ્રથમ પ્રતિક્રકિયામાં જણાવ્યું છે કે, ૫૦-૫૦ ફોર્મ્યુલા સિવાય બીજી કોઈ વાત કરશે નહીં. હકીકતમાં મહારાષ્ટ્ર ચૂંટણીમાં અત્યારે મતગણતરી ચાલુ છે, પરંતુ અત્યાર સુધીના પરિણામ મુજબ ભાજપ+શિવસેના ગઠબંધનના ખાતામાં ૧૫૯ સીટ આવી રહી છે.
જેમાં શિવસેના ૫૮ અને ભાજપને ૧૦૧ બેઠક મળે એમ દેખાઈ રહ્યું છે. આ વાતને જોતાં શિવસેનાનું પલડું ભારે થઈ ગયું છે અને હવે તે ભાજપ સાથે ભાવ-તાલની સ્થિતિમાં આવી ગઈ છે.
ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન ૫૦-૫૦ ફોર્મ્યુલા નક્કી થઈ હતી, જેના પર શિવસેના અડગ છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પાર્ટી ૫૦-૫૦ ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે. ઠાકરેએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી થઈ હતી.
ઠાકરેએ મહારાષ્ટ્રની પ્રાજનો આભાર માનતા જણાવ્યું કે, મહારાષ્ટ્રની પ્રજાએ જાગૃત થઈને મતદાન કર્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ભેગામળીને સરકાર બનાવશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે લોકસભા ચૂંટણી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી થઈ હતી અને તે અમલમાં છે. મહારાષ્ટ્રમાં હવે મુખ્યમંત્રી કોણ બને છે એ જોવાનું છે. જોકે, ઉદ્ધવે એક વાત સ્પષ્ટ કરી દીધી કે તેઓ કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન નહીં કરે. ઉદ્ધવે વધુમાં કહ્યું કે, દરેક વખત ભાજપનો પ્રસ્તાવ માનવામાં નહીં આવે. નાના ભાઈ-મોટાભાઈનો કોઈ ફરક નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY