ભાજપના ૧૧ ધારાસભ્યો,મહારાષ્ટ્ર ગૌમંત પાર્ટી-ગોવા ફોરવર્ડ પાર્ટીના ૩-૩ ધારાસભ્યો ઉપરાંત ૩ અપક્ષ ઉમેદવારોએ ભાજપનું સમર્થન કર્યું
પણજી,તા.૨૦
ગોવામાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ફ્લોર ટેસ્ટને સફળતાપૂર્વક પાસ કરીને વિધાનસભામાં પોતાનું બહુમત પુરવાર કરી દીધું છે. ૨૦ ધારાસભ્યોએ સાવંતની તરફેણમાં મતદાન કર્યું હતું. જેમાં ભાજપના ૧૧ ધારાસભ્યો તેમજ મહારાષ્ટ્ર ગૌમંત પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટીના ૩-૩ ધારાસભ્યો ઉપરાંત ૩ અપક્ષ ઉમેદવારોએ ભાજપનું સમર્થન કરતા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત બહુમત પુરવાર કર્યો હતો. વિપક્ષ કોંગ્રેસના ૧૪ અને એનસીપીના ૧ ધારાસભ્યએ વિરોધમાં મતદાન કર્યું હતું.
ગોવાના પૂર્વ સીએમ મનોહર પર્રિકરનું રવિવારે નિધન થયા બાદ સોમવારે રાત્રે બે વાગ્યે પ્રમોદ સાવંતે ગોવાના સીએમ પદના શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત એમજીપીના સુદિન ધવલીકર અને જીએફપીના અધ્યક્ષ વિજય સરદેસાઈએ પણ નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા હતા. આજરોજ ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહાએ બોલાવેલા વિધાનસભા સત્રમાં સીએમ સાવંતે ૨૦ ધારાસભ્યોના બહુમત પુરવાર કરીને રાજ્યમાં ભાજપની સરકાર બચાવી લીધી છે.
સાવંત ઉત્તર ગોવા સ્થિત સંખાલિમ વિધાનસભા બેઠકના ધારાસભ્યો છે. તેઓ એક આયુર્વેદિત ચિકિત્સક છે. સાવંત પર્રિકરના ખાસ વ્યકિતપ પૈકીના એક હતા. પ્રમોદ સાવંત કરોડોની સંપત્તિ ધરાવે છે. તેમની પાસે ૩.૬૬ કરોડની સંપત્તિ છે. જા કે સાદગીના મામલે તેઓ પર્રિકર કરતા જુદા છે. પર્રિકર પાસે ઈનોવા કાર અને સ્કૂટર હતું જ્યારે સાવંત પાસે પાંચ ગાડીઓ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




