પૂરગ્રસ્ત કેરળના લોકો માટે ૧૪ દિવસમાં ૭૧૪ કરોડની મદદ

0
11

તીરુવનંથપુરમ,તા.૨૮
કેરળમાં પૂરગ્રસ્તોને મદદ કરવા માટે લોકો દિલ ખોલીને આગળ આવી રહ્યા છે. પૂરગ્રસ્ત કેરળમાં વિદેશી મદદને લઈને ચર્ચાઓ છેડાયેલી છે. ત્યારે લોકોએ એક મોટી રકમ પૂરગ્રસ્તોને મદદ માટે આપી છે. સામાન્ય લોકોએ મુખ્યપ્રધાન રાહત કોષમાં લગભગ ૭૧૪ કરોડ રૂપિયાની મદદ કરી છે.
એકલા પેટીએમથી ૪૩ કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે. કેરળના મુખ્યપ્રધાન કાર્યાલયના નવા આંકડા પ્રમાણે.. લોકોએ મુખ્યપ્રધાન આફત રાહત કોષમામં દાન કર્યું છે અને તે ૭૧૩.૯૨ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેવામાં ૧૩૨.૬૨ કરોડ રૂપિયા બેંકો અને યુપીઆઈ દ્વારા અને ૪૩ કરોડ રૂપિયા પેટીએમના માધ્યમથી દાનમાં ણળ્યા છે.
લગભગ વીસ કરોડ રૂપિયા રોકડ, ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા મુખ્યપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવ્યા છે. પૂરગ્રસ્તો માટે લોકો દ્વારા માતબાર મદદ માત્ર ૧૪ દિવસની અંદર આવી છે. આ આંકડો કેન્દ્ર સરકાર તરફથી કેરળ માટે ઘોષિત મદદથી વીસ ટકા જેટલો વધારે છે.
કેન્દ્ર સરકાર દ્વારા કેરળને પાંચસો કરોડ રૂપિયાની આર્થિક મદદનું એલાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યની મુલાકાત વખતે કરવામાં આવ્યું હતું. જ્યારે ગૃહ પ્રધાન રાજનાથસિંહની કેરળ મુલાકાત વખથે એકસો કરોડ રૂપિયાની મદદનું એલાન કરાયું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા કેરળને ૬૦૦ કરોડ રૂપિયાની પ્રારંભિક આર્થિક મદદનું એલાન કરાયું હતું. એવું પણ માનવામાં આવે છે કે કેરળ સરકાર વિશ્વ બેંક પાસેથી નાણાંકીય મદદ લેવા માટે વિચારણા કરી રહી છે. જો કે કેરળ સરકાર દ્વારા વિશ્વ બેંક પાસેથી મદદ માટે કેટલી રકમ માંગવામાં આવશે તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY