નિકાહ હલાલા અને બહુપત્નીત્વ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી

0
73

ન્યુ દિલ્હી,
તા.૨૬/૦૩/૨૦૧૮

બંધારણીય બેન્ચ કરશે સુનાવણી

મુસ્લિમ મહિલાઓના નિકાહ હલાલા અને બહુપત્નીત્વને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કેન્દ્ર સરકાર અને લો કમિશનને નોટિસ ફટકારી છે. કોર્ટે કહ્યું કે બહુપત્ની પ્રથા અને નિકાહ હલાલાના સંબંધમાં દાખલ અરજીઓ પર સુનાવણી બંધારણીય બેન્ચ કરશે. નિકાહ હલાલા અને બહુપત્નીત્વ પર સુપ્રીમ કોર્ટમાં ચાર અરજીઓ દાખલ કરાઈ છે. જેના પર સુનાવણી ચાલુ છે. પ્રમુખ મુસ્લિમ મહિલા અધિકારના કાર્યકર્તાઓએ કહ્યું હતુ કે મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવાનો ધ્યેય ત્યાં સુધી પૂરો ના થઈ શકે જ્યાં સુધી સૂચિત કાયદામાં નિકાહ હલાલા, બહુપત્નીત્વ અને બાળકોના સંરક્ષણ જેવા મુદ્દાને સામેલ કરવામાં ના આવે. સુપ્રીમ કોર્ટે આજે નિકાહ હલાલા અને બહુવિવાહ વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી કરી.

નફીસા ખાન સહિત ચાર અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ બંને પ્રથાઓને અટકાવવા અને ગેરબંધારણીય ઠેરવવા માંગ કરી હતી. અરજીમાં નફીસાએ પોતાનો પક્ષ રાખતા કહ્યું કે IPCની કલમો દરેક નાગરિકો પર બરાબર લાગુ થવી જાઈએ. ત્રણ તલાકને IPCની કલમ ૪૯૮ અનુસાર ક્રૂરતા અને બહુપત્નીત્વને કલમ ૪૯૪ અનુસાર ગુનો માનવામાં આવ્યા છે. એવામાં આ પ્રથાઓને અટકાવવી જાઈએ. કેમકે કાયદા અનુસાર આ બંને અપરાધની શ્રેણીમાં આવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY