ન્યુ દિલ્હી,તા.૨૩
દિલ્લી સહિત NCRમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે દિલ્લી, યુપી અને બિહાર સહિત ૧૬ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્લીના નોઈડા, ગ્રેટર નોઈડા, ગાજીયાબાદ, સાહિબાબાદમાં વરસાદ વરસ્યો છે. ત્યારે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. દિલ્લી પર હાલ કાળા વાદળો છવાયેલા છે.
દેશના કેટલાંય રાજ્યોમાં વરસાદનો કહેર યથાવત છે. હવામાન વિભાગે દિલ્લી, યુપી અને બિહાર સહિત ૧૬ રાજ્યોમાં વરસાદનુ એલર્ટ આપ્યું છે. તો ૨૬મી ઓગસ્ટ સુધી ઉત્તર ભારત અને પૂર્વ તથા પશ્ચિમ ભારતમાં વરસાદનું એલર્ટ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદે કાળો કહેર વર્તયો હતો. તો આ ઉપરાંત ગુજરાતમાં પણ બહુ લાંબા સમય બાદ અલગ-અલગ વિસ્તારોમાં મેઘ પઘરામણી થઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


