તંત્રની ઘોર લાપરવાહી : બહેરામપુરામાં કેમિકલનાં પાણીથી રહીશો ત્રાહિમામ્‌

0
14

અમદાવાદ,તા.૨૦
અમદાવાદ શહેરનાં બહેરામપુરા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વચ્ચેની કહેવાતી મિલીભગતથી કેમિકલની ૬૦૦થી ૭૦૦ ફેકટરી ધમધમે છે. આ ફેકટરીઓના કેમિકલયુક્ત પાણી લોકોના આરોગ્ય માટે જાખમી હોવા છતાં ભાગ્યે જ કોઇ ફેકટરી સામે કડક પગલાં લેવાય છે. પરિણામે બહેરામપુરાના ઉડ્ઢ રોડ જેવા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી કેમિકલના પાણી વહી રહ્યા હોવા છતાં સત્તાવાળાઓ નિષ્ક્રિય છે.
બહેરામપુરા વોર્ડમાં કેમિકલની ફેકટરીઓથી સામાન્ય નાગરિકો ત્રાસી ઊઠ્યાં છે. આ ફેકટરીઓ પૈકીની અનેક ફેકટરીના કર્તાહર્તા પોતાનું પ્રોસેસિંગ બાદનું કેમિકલવાળું પાણીને તંત્રની ડ્રેનેજ લાઇનમાં સીધે સીધું ઠાલવે છે. આ પ્રકારના ગેરકાયદે જાડાણના કારણે ડ્રેનેજ લાઇન ખવાઇ જવાના કે તે ઊભરાઇ જવાના કિસ્સા વારંવાર બહાર આવે છે.
ચંડોળા તળાવથી નબીનગર સુધીના પીડબ્લ્યુડી રોડ પર આવેલ શાળાના વિદ્યાર્થીઓ તેમજ રહેણાક વિસ્તારના લોકો સમગ્ર રોડ પર વહેતા કેમિકલયુક્ત પાણીથી નરકાગાર હાલતમાં મુકાયાં છે. છેલ્લાં બે-બે મહિનાથી સેંકડો બાળકો સહિતનાં લોકોને સામાન્ય અવરજવર માટે પણ કેમિકલયુક્ત પાણીમાં થઇને જવું પડતું હોઇ તેમના પગમાં ફોલ્લા પડે છે.
તંત્રની લાપરવાહીથી પીડબ્લ્યુડી રોડ પર આવેલી નવરંગ સ્કૂલ, અમન સ્કૂલ, ચંડોળા તળાવ મ્યુનિસિપલ શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ શાહઆલમનગર, નબીનગર, અલહબીબનગર અને અલ-મોહંમદી સોસાયટીનાં લોકો તોબા પોકારી ગયાં છે. દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર પરાગ શાહ સમક્ષ લોકોએ લેખિત રજૂઆત કરી છે. કમિશનર વિજય નેહરાને કેમિકલનાં પાણીથી ભરેલા પીડબ્લ્યુડીના રોડની તસવીર મોકલાઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY