ફરી એકવાર રાહુલ ગાંધી ચર્ચામાં,સચિન પાયલટને આંખ મારી

0
11

જયપુર,તા.૧૨
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વધુ એક એવી હરકત કરી બેઠા છે જે વિવાદ સર્જી શકે છે. સંસદની કાર્યવાહી દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાને આંખ માર્યાની ઘટના હજી તાજી જ છે ત્યાં વધું આવી હરકત તેમણે દોહરાવી છે. આ વખતે રાહુલ ગાંધીએ પીસીસી અધ્યક્ષ સચિન પાયલટને આંખ મારી છે.
રામલીલા મેદાનમાં કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન મંચ પરથી જ રાહુલ ગાંધીએ આંખ મારી હતી. ડેલીગેશન સંવાદ બાદ જ્યારે સ્ટેજ પર તમામ નેતાઓ એકત્રીત થયા હતાં. તે દરમિયાન સચિન પાયલટ તરફ રાહુલ ગાંધીએ ખાસ ઈશારો કર્યો હતો. રાહુલ ગાંધીએ આંખ મારી સચિન પાયલોટને અશોક ગહલોતને ગળે મળવાનો ઈશારો કર્યો હતો. ત્યાર બાદ અશોક ગહલોતના ગળે મળ્યાં હતાં. આ ઘટના બાદ સ્ટેજ પર હાજર રાહુલ ગાંધી સહિતના નેતાઓ હસ્યા પણ ખરા.
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધી સહિત બીજા મોટ્રા નેતાઓની વધુ એક મોટી ચૂક થઈ. એક તરફ રાષ્ટÙગાન ચાલી રહ્યું હતું. શનિવારે રાહુલ ઘાંધીના આ કાર્યક્રમમાં રાજસ્થાન કોંગ્રેસના તમામ મોટા ગજાના નેતાઓ હાજર હતાં. તે દરમિયાન સ્ટેજ પર એક કોંગ્રેસ કાર્યકર્તાએ સાવધાન બોલતાની સાથે જ રાષ્ટÙગાન ગાવાનું શરૂ કર્યું. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સચિન પાયલટ અને અશોક ગહલોતે તેમને સાંભળ્યુ જ નહીં અને કોઈ વાત પર હસી રહ્યાં હતાં. બીજી બાજુ રાષ્ટ્રગાન શરૂ થઈ ગયું. જાકે જેવો તેમને આ વાતનો અહેસાસ થયો, તમામ નેતાઓ તુરંત સાવધાનની મુદ્રામાં ઉભા થઈ ગયાં. જાકે ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY