‘લાઇફ ઇન અ મેટ્રો’ની સીક્વલમાં રાજકુમાર રાવની એન્ટ્રી

0
35

મુંબઈ,તા.૧૨
વર્ષ ૨૦૦૭ની સુપરહિટ મલ્ટીસ્ટારર ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રો’ની સીક્વલ બનવા જઇ રહી છે, તેમાં રાજકુમાર રાવનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે, એવું ફિલ્મી કાનાફૂસી દ્વારા જાણવામાં આવ્યું હતું. અનુરાગ બાસુ આ ફિલ્મનું દિગ્દર્શન કરવા જઇ રહ્યા છે. તેમને રાજકુમાર સાથે કામ કરવાની ઇચ્છા હોવાથી આગામી ફિલ્મ માટે તેને સાઇન કરી લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
હાલમાં રાજકુમારની ઝોળીમાં એક પછી એક ફિલ્મો આવતી જાય છે. તાજેતરમાં ‘સ્ત્રી’નું ટ્રેલર બહાર આવ્યું હતું, ત્યારબાદ તે સોનમ કપૂર અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’, કંગના રણોટ સાથે ‘મેન્ટલ હૈ ક્યાં’ અને ‘મેડ ઇન ચાઇના’ ફિલ્મમાં જોવા મળશે.
રાજકુમારના શેડ્યુલને ધ્યાનમાં રાખીને ‘લાઇફ ઇન અ મેટ્રો’ની સીક્વલનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મની કાસ્ટિંગનું કામ હજુ પૂરું થયું નથી થયું. તેથી બાકીની જાણકારી થોડા સમય બાદ મળશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY