૨૦ સેન્કડમાં ખામી દૂર ન કરાઈ હોત તો રાહુલગાંધીનું પ્લેન ક્રેશ થઈ ગયું હોત!!

0
48

ન્યુ દિલ્હી,તા.૩૧
કર્ણાટકની વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન એપ્રિલમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના દિલ્હીથી હુબલી જઈ રહેલા વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ હતી. તેને કારણે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પરંતુ ડીજીસીએના તપાસ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તકનીકી ખરાબી પર પાયલટ કાબુ મેળવી શકત નહીં.. તો આગામી ગણતરીની સેકન્ડમાં ગંભીર પરિણામો સામે આવવાની શક્્યતા હતી. ત્યાં સુધી કે રાહુલ ગાંધીનું વિમાન ક્રેશ થવાની પણ શક્્યતા છે. તે દિવસે રાહુલ ગાંધીનું ચાર્ટર્ડ પ્લેન અચાનક એક તરફ ઝુકવા લાગ્યું હતું અને તેમાથી અવાજ પણ આવી રહ્યો હતો. વિમાન ઓટો પાયલટ મોડ પર ચાલી રહ્યો હતો. આ ઘટનાને કોંગ્રેસે બાદમાં એક ષડયંત્ર ગણાવ્યું હતું. રાહુલ ગાંધીના નિકટવર્તી સ્ટૂડન્ટ્‌સે કર્ણાટક પોલીસને આની ફરિયાદ કરી હતી. બાદમાં તપાસ માટે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએની બે સદસ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી હતી.
ડીજીસીએના વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે કદાચ પાયલટની ભૂલને કારણે આમ થયું હશે. વિમાનમાં કોઈક ગડબડ થઈ અને તે ઝડપથી પડવા લાગ્યું હતું. અચાનક અલ્ટિટ્યૂડ ઘટડવાને કારણે વિમાન અવાજ કરવા લાગ્યું હતું. ડીજીસીએ દ્વારા ફ્લાઈટ ડેટા રેકોર્ડ અને કોકપિટ સિસ્ટમની પણ તપાસ કરવામાં આવી છે.
તપાસ સમિતીની વિગતો લીક થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીનું પ્લેન ઉડ્ડયન દરમિયાન ગણતરીના સમય માટે સહેજથી બચી ગયું હતું. જાકે આ અહેવાલ હજી સુધી એનડીએ સરકારે જાહેર નથી કર્યો. રાહુલ ગાંધી જે ચાર્ટર્ડ પ્લેનમાં બેઠાં હતાં, તેમાં જ્યારે યાંત્રીક ખામી સર્જાઈ તો ક્રૂએ તેને સંભાળવામાં સહેજ ચુક દાખવી હતી. જા માત્ર ૨૦ સેકંડની અંદર આ ખામી દૂર ના કરવામાં આવી હોત તો પ્લેન ક્રેશ થઈ ગયું હોત. જ્યારે આ ઘટના ઘટી ત્યારે પ્લેન આૅટો પાયલટ મોડ પર હતું. આ સ્થિતિમાં પાયલોટે વિમાનને તરત જ મેન્યુઅલ રીતે કંટ્રોલ કરવું પડે છે. પરંતુ ક્રુ ને તે દિવસે પ્લેન પર નિયંત્રણ મેળવવામાં થોડો સમય લાગી ગયો. કોંગ્રેસ આ તપાસ રિપોર્ટને જાહેર કરવાની માંગણી કરી રહી છે. આ ઘટનાઓ ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ અંદરથી ગભરાઈ ગયાં હતાં. તે વખતે તેમને માનસરોવની યાદ આવી ગઈ. ત્યાર બાદ રાહુલે કૈલાસ માનસરોવર જવાની વાત કરી હતી. હવે રાહુલ ગાંધી પોતાની માનતા પુરી કરવા ૩૧ ઓગષ્ટે કૈલાસ માનસરોવરની ધાર્મિક યાત્રાએ જઈ રહ્યાં છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY