ઈન્દોર,તા.૩૦
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના દીકરા કાર્તિકેય ચૌહાણે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરી દીધો. રાહુલે સોમવારે આરોપ લગાવ્યો હતો કે કાર્તિકેયનું નામ પનામા પેપર્સમાં છે. ત્યારબાદ શિવરાજ સિંહે પણ કેસ કરવાની ચેતવણી આપી હતી. જાકે, ઇન્દોર પહોંચેલા રાહુલે મંગળવારે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. તેઓએ કહ્યું કે ભાજપમાં એટલો ભ્રષ્ટાચાર છે કે હું કન્ફ્યૂઝ થઈ ગયો હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પનામા નહીં પરંતુ ઇ-ટેન્ડરિંગ અને વ્યાપમં સ્કેમ કર્યા છે.
રાહુલે શું કહ્યું હતું?
મૂળે, રાહુલે સોમવારે ઝાબુઆમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું, “પનામા પેપર્સમાં નામ આવતાં પાકિસ્તાનમાં નવાઝ શરીય પર કાર્યવાહી થાય છે પરંતુ અહીં ચીફ મિનિસ્ટરના દીકરાનું નામ પનામા પેપર્સમાં આવે છે તો કોઈ કાર્યવાહી નથી થતી. મહાકુંભ, ઇ-ટેન્ડરિંગ અને વ્યાપમંમાં મામાજી પૈસા બનાવે છે.”
શિવરાજે કહ્યું- કોઈ નાનો નેતા કહેતો તો વાત અલગ હતી
શિવરાજસિંહે મંગળવારે પણ આ વિશે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું, “કોઈ નાનો નેતા આ આરોપ લગાવતો તો વાત અલગ હતી, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષનું આવું કહેવું દુર્ભાગ્યપૂર્ણ છે. માનહાનિનો કેસ કરીશું, પરંતુ માફી માંગી લે તો વિચાર કરીશું.” બીજી તરફ, “ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કહ્યું, રાહુલ તો શરૂઆતથી જ કન્ફ્યૂઝ રહ્યાં છે અને દેશને પણ કન્ફ્યૂઝ કરી રહ્યાં છે.”
કાર્તિકેયે કહ્યું- રાહુલે મારા પરિવારની પ્રતિષ્ઠા ખંડિત કરી
શિવરાજસિંહના દીકરા કાર્તિકેયે કહ્યું, રાહુલે હું પનામા પેપર્સમાં સંડોવાયેલો હોવાનું ખોટું નિવેદન આપ્યું છે. હું વ્યથિત છું કે સાર્વજનિક મંચ પરથી મારી અને મારા પરિવારની પ્રતિષ્ઠા ખંડિત કરવામાં આવી. ૪૮ કલાકમાં તેઓએ માફી ન માંગી તો હું તેમની પર કડક કાયદાકિય કાર્યવાહી કરવા માટે બાધ્ય થઈ જઈશ. મંગળવારે કાર્તિકેયે ભોપાલ કોર્ટમાં રાહુલ ગાંધીની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરી દીધો. તેની પર સુનાવણી ૩ નવેમ્બરે થશે. કાર્તિકેયના વકીલે કહ્યું કે જા રાહુલને ભૂલનો અહેસાસ થઈ ગયો હોય તો તેઓ ભોપાલ કોર્ટમાં આવીને માફી માંગે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




