નક્સલવાદીઓએ દૂરદર્શનની ટીમને નિશાન બનાવી,બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ છત્તીસગઢમાં નક્સલીઓનો આતંક : બે જવાન શહિદ,ડીડીના કેમેરામેનનું મોત

0
32

બે દિવસ પહેલાં પણ નક્સલીઓના હુમલામાં ચાર જવાન શહિદ થયા હતા
દંતેવાડા,તા.૩૦
છત્તીસગઢમાં આવતા મહિને ચૂંટણી યોજાવવાની છે. તેવામાં ફરી એકવાર અહીં નક્સલીઓએ ખૂની ખેલ ખેલ્યો છે. રાજ્યના દંતેવાડાના અરનપુર વિસ્તારમાં નક્સલવાદીઓએ ઘાત લગાવીને કરવામાં આવેલા હુમલામાં એક પત્રકારનું મૃત્યું નિપજ્યું છે જ્યારે બે પોલીસ જવાનો શહીદ થયા છે.
હજી બે દિવસ પહેલા જ રાજ્યના બીજાપુરમાં પણ નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો જેમાં સુરક્ષા બળોના ૪ જવાનો શહીદ થયાં હતાં. રાજ્યમાં અગામી મહિને વિધાનસભાની ૯૦ બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે ત્યારે નક્સલવાદી હુમલાઓનું પ્રમાણ વધી જવા પામ્યું છે.
દંતેવાડાના ડીઆઈજી પી સુંદરરાજે કહ્યું હતું કે, નક્સલવાદીઓએ અરણપુરમં આજે અમારી પેટ્રોલિંગ ટીમને નિશાન બનાવી હતી. આ હુમલામાં અમારા બે જવાનો શહીદ થયા છે જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. આ હુમલામાં દૂરદર્શનના કેમેરામેન ઘાયલ થયાં હતાં બાદમાં તેમનું મૃત્યું નિપજ્યું છે.
નક્સલવાદીઓએ આ હુમલો દૂરદર્શનની ટીમને નિશાન બનાવીને કર્યો છે. હુમલામાં દૂરદર્શનના કેમેરામેન અચ્યુતાનંદ સાહીનું મોત થયું છે. દૂરદર્શનની ટીમ ચૂંટણી કવરેજ માટે જઈ રહી હતી, તે દરમિયાન જ નક્સલવાદીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસકર્મીઓ પણ શહીદ થયા છે. જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ ગંભીર રૂપે ઘાયલ થયા છે.
આ હુમલા દરમિયાન સુરક્ષબળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. આ હુમલો દંતેવાડા જીલ્લાના અરનપુના નીલાયાયાના જંગલોમાં થયો છે.
કેન્દ્રીય અને સૂચના પ્રસારન મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે દૂરદર્શનના કેમેરામેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેઓ આ કપરા સમયમાં મૃતકના પરિજનોની પડખે છે. અમે કેમેરામેનના પરિજનોની દેખભાળ રાખીશું તેમ પણ તેમણે કહ્યું હતું. સાથે જ રાજ્યવર્ધન સિંહે કહ્યું હતું કે, હું એ મીડિયાકર્મીઓને સલામ કરૂ છું જે આ પ્રકારે સાહસ ખેડીને આ પ્રકારના ખતરનાક વિસ્તારોમાં પણ કવરેજ માટે જાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY