બોલો..પીએમ મોદીને ભેટવા રાહુલ ગાંધી ફેબ્રુઆરીથી રાહ જાઈ રહ્યા હતા..!?

0
42

ન્યુ દિલ્હી,તા.૨૫
અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સંસદમાં રાહુલ ગાધીનું પ્રધાનમંત્રી મોદીને આપવામાં આવેલી ‘ઝપ્પી’ની ચર્ચા ગરમ છે. લોકો આ ઘટનાને ભૂલી શક્યા નથી. રાહુલ ગાંધીનું પીએમ મોદીને અચાનક ભેટી પડવા પર દરેક લોકો આશ્વર્યમાં હતા. લોકોને પોતાની આંખો પર વિશ્વાસ થઇ રહ્યો નહતો કે રાહુલ ગાંધીને અચાનક આ શું થઇ ગયું. પરંતુ સૂત્રોનું માનીએ તો રાહુલે આ બધું અચાનક નહતું કર્યું પરંતુ એ છેલ્લા કેટલાક મહિનાથી આવું કરવાની રાહ જોઈ રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી ઘણા મહિના પહેલાથી આ સમયની રાહ જોઈ રહ્યા હતા કે કેવી રીતે પીએમ મોદીને જાહેરમાં ગળે મળીને લોકોને એક ખાસ સંદેશ આપવામાં આવે. એમની આ યોજના ફેબ્રુઆરીમાં જ બનાવી લીધી હતી, પરંતુ અત્યાર સુધી એમને આવું કરવાની તક મળી ન હતી.
રાહુલ ગાંધીની નજીકના સૂત્રોએ જણાવ્યું કે સંસદમાં રાહુલની જે ‘ઝપ્પી’થી ભાજપ સહિત કોંગ્રેસના નેતા પણ હેરાન હતા, એની યોજના પહેલાથી જ તૈયાર કરવામાં આવી હતી. એમના પ્રમાણે રાહુલ ગાંધીને પહેલી વખત આવું કરવાનો વિચાર ત્યારે આવ્યો હતો જ્યારે એ ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ ને ધન્યવાદ પ્રસ્તાવના જવાબમાં પ્રધાનમંત્રી મોદીનું ભાષણ સાંભળી રહ્યા હતા. પીએમ મોદીએ પોતાના આ ભાષણમાં જવાહરલાલ નહેરુ થી લઇને સોનિયા ગાંધી સુધી તમામની જોરદાર ટીકા કરી હતી. એમને કહ્યું હતું કે કોંગ્રેસ બસ ‘એક પરિવાર’ના હાથની કથપુતળી છે અને એ એની સેવામાં જ લાગેલી છે.
રાહુલ ગાંધીએ આ ટીકાના જવાબમાં પીએમ મોદી અને ભાજપને ઘેરવાનો પ્લાન બનાવ્યો અને પોતાના પ્લાન પ્રમાણએ એમને અવિશ્નાસ પ્રસ્તાવ દરમિયાન પોતાનું ભાષણ પૂરું થતા જ પ્રધાનમંત્રી મોદીને જઇને ભેટ્યા. વાસ્તવમાં, રાહુલ ગાંધી લોકોને એવો સંદેશ આપવા ઇચ્છતા હતા કે ભાજપ નફરકત કરનારી પાર્ટી છે અને એ કોંગ્રેસ વિરુદ્ધ ગમે તેટલું ઝેર કાઢે, પરંતુ કોંગ્રેસ એનો જવાબ પ્રેમથી જ આપશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY