ન્યુ દિલ્હી,તા.૨૫
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે ૧૨મી સીબીએસઈ બોર્ડના પરિણામ જાહેર કર્યા બાદ પુર્નમૂલ્યાંકન કરાયું હતું. જેના બાદ ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બદલાઈ ગયું છે. જેને કારણે નવા ટોપર્સનું લિસ્ટ સામે આવ્યું છે. જેમાં હવે ટોપરનું નામ પણ બદલાઈ ગયું છે. રિઝલ્ટ અનુસાર હવે ઈશ્રિતા ગુપ્તા નાગપુરની ટોપર બની ગઈ છે.
બોર્ડ તરફથી જે પહેલા રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, તેનાથી ઈશ્રિતા પોતાના રિઝલ્ટથી સંતુષ્ટ ન હતી, અને તેને લાગ્યું કે, પોલિટીકલ સાયન્માં તેને માર્કસ ઓછા આવ્યા છે. તેણે અન્ય વિષયોમાં ૯૫થી વધુ માર્કસ મેળવ્યા હતા. પરંતુ રિ-વેલ્યુએશનના રિઝલ્ટ બાદ તેના ૨૨ માર્કસ વધી ગયા છે. ઈશ્રિતાની જેમ બીજા અનેક વિદ્યાર્થીઓએ રિ-ઈવેલ્યુએશન માટે એપ્લિકેશન કરી હતી. જેનું રિઝલ્ટ હવે સામે આવી ગયું છે. રિ-ઈવેલ્યુએશન માટે કુલ ૯૧૧૧ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમના પેપર્સ પરત ચેક કરાયા હતા, અને તેમાંથી ૪૬૩૨ વિદ્યાર્થીઓના નંબર્સ બદલાઈ ગયા છે.
મોટાભાગના વિદ્યાર્થીઓની કોપીઓમાં સાચા જવાબમાં ઝીરો નંબર આપવામા આવ્યા હતા, તેમના અનેક જવાબો ચેક કરવામાં આવ્યા ન હતા. કોપીઓ ચેકિંગમાં આવી ગડબડી સામે આવ્યા બાદ સીબીએસઈએ ૨૧૪ શિક્ષકોની સામે કાર્યવાહી શરૂ કરી હતી. તેમાંથી ૮૧ શિક્ષકો દહેરાદૂના અને ૫૫ ઈલાહાબાદના હતા.
સીબીએસઈના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું કે, પેપર ચેક કરવા માટે ૨ ટીચર્ચને રાખવામાં આવ્યા હતા અને તેમાં ૯૯.૬ ટકા કોપીઓ યોગ્ય રીતે ફરીથી ચેક કરવામાં આવી હતી. લગભગ ૫૦,૦૦૦ શિક્ષકોએ ૬૧.૩૪ લાખ કોપીઓને ચેક કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"


