અમદાવાદ-મુંબઇ વચ્ચેની ૮ ટ્રેનો રદ, ૧૦ ટ્રેનોને ટૂંકાવાતા હજારો મુસાફરો અટવાયા

0
16
મુંબઇમાં ભારે વરસાદથી રેલ વ્યવહાર ખોરવાઇ ગયો
– નાલાસોપારા પાસે વડોદરા એક્સપ્રેસ ફસાઇ, ૭૦૦ જેટલા મુસાફરોને બચાવાયા, પશ્ચિમ રેલવેની ૨૪ ટ્રેનો રદ
મુંબઇમાં અતિભારે વરસાદ પડવાને લીધે આજે અમદાવાદથી મુંબઇનો રેલ વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જેમાં શતાબ્દી, લોકશક્તિ, દુરન્તો સહિતની કુલ ૮ ટ્રેનો રદ કરાઇ હતી. જ્યારે અમદાવાદથી પસાર થતી હોય તેવી ૧૦ ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી હતી. નાલાસોપારાથી વિરાર વચ્ચે ટ્રેક પાણીમાં ડૂબી જતા પશ્ચિમ રેલવેની કુલ ૨૪ ટ્રેનોને રદ કરી દેવામાં આવી હતી. ૬ ટ્રેનોને રિશિડયુલ કરાઇ હતી. ૨૧ ટ્રેનોને ટૂંકાવવા ઉપરાંત ૬ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. મુંબઇમાં નાલાસોપારા-વિરાર વચ્ચે વડોદરા એક્સપ્રેસ ફસાઇ જતા તેના ૭૦૦ જેટલા મુસાફરોને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવાયા હતા. ભારે વરસાદને કારણે મુંબઇમાં રેલવે ટ્રેકો પાણીમાં ગરકાવ થઇ જતા અમદાવાદ-મુંબઇનો રેલ વ્યવહાર સંપૂર્ણ ખોરવાઇ જતા હજારો મુસાફરો અટવાઇ પડયા હતા. મોટાભાગની ટ્રેનો વલસાડ, વાપી, ભિલાડ રેલવે સ્ટેશનો પર અટવાઇ હતી. મુંબઇથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ભારત તરફ જતી લગભગ મોટાભાગની ટ્રેનોન રદ કરવાની ફરજ પડી હતી. મુંબઇમાં નાલાસોપારા-વિરાર વચ્ચે ૧૨૯૨૮ નંબરની વડોદરા એક્સપ્રેસ ટ્રેન ફસાઇ જતા એનડીઆરએફની ટીમ, આરપીએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને આશરે ૭૦૦ જેટલા મુસાફરોને બચાવી લેવાયા હતા. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ રેલવેતંત્ર દ્વારા બસોની વ્યવસ્થા કરીને મુસાફરોને નજીકના રેલવે સ્ટેશને પહોંચાડાયા હતા. તેમના માટે ખોરાક-પાણીની વ્યવસ્થા કરાઇ હતી. અમદાવાદથી પસાર થતી કઇ ટ્રેનો રદ કરાઇ ? – ૧૨૦૦૯/૧૦ મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ – ૨૨૯૨૮/૨૭ અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ – ૨૨૯૪૫ મુંબઇ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ – ૨૨૯૪૬ ઓખા-મુંબઇ સેન્ટ્રલ – ૧૨૨૬૭/૬૮ મુંબઇ સેન્ટ્રલ-રાજકોટ-મુંબઇ સેન્ટ્રલ દુરન્તો

અમદાવાદ-મુંબઇ વચ્ચેની ૮ ટ્રેનો રદ, ૧૦ ટ્રેનોને ટૂંકાવાતા હજારો મુસાફરો અટવાયા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY