જયપુર,તા.૨૧
રાજસ્થાનના જયપુરમાં દેહ વ્યાપારની આડમાં એક યુવતિની સાથે ગેંગરેપ થયાની ઘટના બની છે. સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર, જયપુરના મુહાનામાં યુવતિ સાથે બે વ્યક્તિએ જબરદસ્તીથી બળાત્કાર કર્યો. જીવ બચાવવા યુવતિએ ત્રીજા માળથી છલાંગ લગાવી હતી. ઘાયલ પીડિતા નેપાળની રહેનાર છે અને એ જાવેદ નામના શખસ દ્વારા મુંબઈથી જયપુર આવી હતી. અહીંયા મુહાના મંડી ગેટ નંબર ત્રણ પાસે ભરત એપોર્ટમેન્ટમાં રોકાઈ હતી.
પીડિતાએ પોલીસને જણાવ્યું કે બે યુવક લોકેશ અને કમલે એની સાથે રેપ કર્યો છે. પીડિતાને જાવેદે શનિવારે બપોરે ફ્લેટમાં લાવીને રાખી હતી અને બાહરથી લોક માર્યું હતું. ત્યારબાદ જાવેદે આરોપીઓને ફ્લેટમાં મોકલ્યા હતાં. આરોપીઓ સામે પીડિતા લાચાર બને વિનંતી કરી રહી કે મારી તબિયત ખરાબ છે, મને છોડી દો. પરંતુ દુષ્કર્મી બળાત્કાર કરતા રહ્યાં.
પીડિતાના નિવેદનને આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં ખ્યાલ આવ્યો કે ફોન કોલ્સ દ્વારા જાવેદ પાસેથે એમણે કોલગર્લ બુક કરાવી હતી. પરંતુ પીડિતા ફ્લેટમાં આવ્યા બાદ ઝગડો કરવા માંડી અને બાદમાં એની મારઝૂડ કરાઈ હતી. હાલ ૨૩ વર્ષીય પીડિતા હોસ્પિટલમાં ભરતી છે. એને હાથે ફ્રેક્ચર થયું છે અને માથા પર ચોટ લાગી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




