સુરત,તા.૨૧
મગદલ્લા વિસ્તારમાં આવેલા એક સોસાયટીમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં બે બાળકીઓ ડૂબી ગઈ હતી. જેની જાણ રહેવાસીઓને થતા એક બાળકીને બચાવી લેવામાં આવી હતી. જ્યારે ફાયર વિભાગે એક બાળકીને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
મગદલ્લા બંદર ખાતે આવેલી સોસાયટીમાં બે બાળકીઓ રમી રહી હતી. દમરિયાન બંને બાળકીઓ અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગઈ હતી. બાળકીઓ પડતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અને એક બાળકીને બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી. જ્યારે આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ટાંકીમાં પડેલી બાળકીને બહાર કાઢી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જાકે, ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
મૃતક બાળકીનું નામ સરસ્વતી દિલિપસિંગ તોમર(ઉ.વ.૯) હતું. મૂળ બિહારનો પરિવાર પાંચ મહિના પહેલાં જ રોજગારી અર્થે સુરત આવ્યો છે. અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા એછ. દરમિયાન પરિવારની મોટી દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



