ન્યુ દિલ્હી,તા.૧૪
જેએનયૂ સ્ટુડન્ટ યુનિયનની પૂર્વ નેતા શેહલા રશીદે માફિયા ડોન રવિ પુજારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. શેહલા રશીદે આરોપ લગાવ્યો છે કે ડોન રવિ પુજારીની ગેંગે તેને જીવથી મારી નાખવાની ધમકી આપી છે. જેએનયૂના પૂર્વ સ્ટુડન્ટ નેતા તેમજ દેશદ્રોહના કેસના આરોપી ઉમર ખાલિદ પર કથિત ફાયરિંગ બાદ શેહલા રશીદને આ ધમકી મળી છે.
રવિ પુજારી ગેંગ વિરુદ્ધ કલમ ૫૦૬ હેઠળ જમ્મુ-કાશ્મીર પોલીસે કેસ દાખલ કર્યો છે. શેહલાએ કહ્યું કે, પુજારીએ તેને ઉમર ખાલિદ અને જિગ્નેશ મેવાણીને પણ ચૂપ રહેવાની ધમકી આપી છે.
શેહલા રશીદે ઉમર ખાલિદ પર કથિત હુલમાની ટીકા કરી હતી. ત્યાર બાદમાં તેને ધમકી મળવા લાગી હતી. શેહલાએ ટિ્વટર પર એક સ્ક્નિશોટ શેર કર્યો છે. જેમાં રવિ પુજારીએ લખ્યું છે કે, “તારું મોઢું બંધ રાખ, નહીં તો અમે લોકો હંમેશ માટે તારું મોઢું બંધ કરી દઈશું. ઉમર ખાલિદ અને જિગ્નેશ મેવાણીને પણ આ વાત સમજાવી દેજે.”
સોમવારે ઉમર ખાલિદે દાવો કર્યો હતો કે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે દિલ્હી પોલીસનું કહેવું છે કે તે ઉમર ખાલિદના આરોપોની સત્યતા તપાસી રહી છે. ઉમર ‘ખૌફ’થી આઝાદી નામના કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




