રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલમાં ઓરી,રૂબેલા સામે રક્ષણ મેળવવા વાલી મિટિંગ યોજાઈ

0
139

ઓરી તથા રૂબેલા સામે રક્ષણ મેળવવા રાજેન્દ્ર હાઈસ્કૂલના ધોરણ નવ અને દસ ના 500 જેવા વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે

રાજપીપળા: રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતે શુક્રવારે વાલીઓની એક મિટિંગ બોલાવવામાં આવી જેમાં એમના બાળકોને ઓરી-રૂબેલા રસીકરણ કેટલું મહત્વનું છે એ બાબતે શાળાના પ્રિન્સિપાલ જયદીપસિંહ ચૌહાણે વિગતવાર માહિતી આપી હતી આ રાષ્‍ટ્રવ્યાપી અભિયાન હેઠળ જિલ્‍લાની શાળાઓ, આંગણવાડી કેન્દ્રોના ૯ મહિનાથી ૧૫ વર્ષની વયના બાળકોને રસી મૂકવામાં આવશે. જો આ અગાઉ આ રસી પહેલા આપી દેવામાં આવી હોય તો પણ ફરીથી આ રસી આપવામાં આવશે કેમકે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે તેનાથી કોઇ આડઅસર થતી નથી એ બાબતે જયદીપસિંહ એ વાલીઓ ને સમજ આપી હતી ત્યારે જિલ્‍લાની સ્કૂલોના તમામ બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવા માટે જિલ્‍લા વહિવટી-આરોગ્યતંત્ર દ્વારા હાથ ધરાનારી વિશેષ ઝુંબેશમાં તમામ વાલીઓને પૂરતો સહયોગ આપવા આચાર્ય જયદીપસિંહે અપીલ કરી હતી વાલીઓની મળેલી આ મિટિંગમાં શાળાના આચાર્ય જયદીપસિંહ સાથે માધ્યમિકના સુપરવાઈઝર ઉપેન્દ્રભાઈ પટેલ, અરવિંદભાઈ વસાવા ,જયેશભાઇ મહંત,મહેન્દ્રભાઈ ભગત સહિતના શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ એ હાજરી આપી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY