ભરૂચ ના પ્રીતમનગર સોસાયટી વિભાગ 1માં વીજ કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું.

0
1047

ભરૂચ ના પ્રીતમ નગર એકમાં બાંગ્લા નંબર૧૪ માં રહેતા દિપટેસ ભાઈએ પોતાના ધાબા પર ભરાએલ પાણી બહાર કાઢવા જતાં અચાનક વીજ કરંટ લાગતાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચના પ્રીતમનગર મકાન નંબર ૧૪ માં રહેતાં દીપટેશ શાહ દવાવાળાનાઓ આજે બપોરે પોતાના મકાનમાં હતા અને ધાબા પર ભરાયેલ પાણી ખાલી કરવા જતાં અચાનક ત્યાં વાયર પાણીમાં અડી જતાં વીજ કરંટ લાગતાં તેવો નીચે પડી ગયા હતા જેમને તાત્કાલિક સારવાર અર્થે ઇમરજન્સી સેવા ૧૦૮ દ્રારા સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવતા હાજર તબીબે તેમને મૃત જાહરે કરતા સગા સંબંધીઓના રુદન થી લોકોની આંખોમાં પણ પાણી આવી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ના બંને દીકરા અભ્યાસર્થે વિદેશ છે અને પત્ની તેમના બાળકો ને મળવા ગત સપ્તાહે જ વિદેશ હતા તયારે આ સમયે પકડોશીઓએ પહોંચી જઈ 108 બોલાવી geb માં જાણ કરતા સમગ્ર કાફલો દોડી આવેલ

બનાવની જાણ થતાંજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત સોસાયટીના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતાં.

હાલ દિવંગત નો પાર્થિવ દેહ કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવ્યોછે .તેમના પત્ની અને બે દીકરા ઑસ્ટ્રેલિયા થી આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY