નળ ખોલ્યો ને પાણીનાં બદલે આવ્યો દેશી દારૂ..!!

0
9

રાજકોટ,તા.૧૭
શહેરમાં વોર્ડ નં.૧૩માં આવેલા આંબેડકરનગરમાં રહેતા લોકોએ જ્યારે નળ ખોલ્યો તો તેમાં દેશીદારૂ આવતા તે ચોંકી ગયા હતા. પાણીની પાઇપલાઇન સડી ગઇ હોવાથી તે સ્થળ પાસે જ કોઇ દેશીદારૂનો ધંધો કરતા શખ્સો આથો ફેંકી ગયા હોવાથી નળમાં પાણીની સાથે દેશીદારૂ આવ્યો હતો. બાદમાં આ લાઇન રિપેર કરાઈ હતી.
પીવાના પાણીની સાથે દેશીદારૂ આવતો તપાસ કરતા મનપાની વર્ષો જૂની પાણીની લાઇન સડી ગઇ હોવાથી લીકેજ થઇ હતી. આ લીકેજ જે સ્થળ પર હતું ત્યાં જ કોઇ દેશીદારૂનો આથો ફેંકી ગયું હોવાથી આ દેશીદારૂ નળમાં આવી જતા લોકો ચોંકી ઉઠ્યા હતા. અંતે મનપાની ટીમે આ લાઇન રિપેર કરી હતી.
શહેરના છેવાડાનો વિસ્તાર આજી ડેમ પાસે આવેલા માંડાડુંગર આસપાસ અનેક નવી સોસાયટીઓ બની છે, પરંતુ ત્યાં પ્રાથમિક સુવિધા નહીં હોવાથી ત્યાં રહેતા લોકો પરેશાન છે. બુધવારે મહાનગરપાલિકામાં માધવ વાટિકામાં રહેતા લોકોનું ટોળું પાણી આપવાની માગ સાથે આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY