શાહની બીમારી પર કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન
ન્યુ દિલ્હી,તા.૧૭
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ બીકે હરિપ્રસાદે ભાજપ અધ્યક્ષ અમિત શાહની બીમારીને હાંસી ઉડાવી છે. હરિપ્રસાદે જણાવ્યું હતું કે, અમિત શાહને ભૂંડની શરદી થઇ છે, તેમને કર્ણાટકનો શ્રાપ લાગ્યો છે અને જા કર્ણાટક સરકારને હાથ લગાવ્યો તો અમિત શાહને ગંભીર રોગ થશે.
હરિપ્રસાદ દ્વારા ભાજપ અધ્યક્ષ પર વિવાદિત ટિપ્પણી બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધ છેડાશે. તેમના આ નિવેદન બાદ ભાજપને કોંગ્રેસ પર પ્રહારો કરવાની તક મળી ગઇ છે. નોંધનીય છે કે, અમિત શાહને સ્વાઇન ફલૂ થયો છે અને હાલ તેઓ એઇમ્સમાં સારવાર લઇ રહ્યા છે. અમિત શાહે બુધવારે ટ્વીટ કરીને લખ્યું હતું કે, મને સ્વાઇન ફલૂ થયું છે. જેની સારવાર ચાલી રહી છે. ઇશ્વરની કૃપા, તમારા બધાનો પ્રેમ અને શુભકામનાઓથી હું ઝડપથી સ્વસ્થ થઇ જઇશ.
નોંધનીય છે કે, કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારને પાડવા માટે ભાજપના પ્રયાસને એક મોટો ઝટકો લાગ્યો છે. કથિત રીતે અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ પાર્ટી છોડવાનો ઇન્કાર કરી દીધો હતો, જેથી ભાજપનો ઓપરેશન લોટસ નિષ્ફળ થઈ ગયું છે. ભાજપ ૧૨થી ૧૫ કોંગ્રેસ ધારસભ્યોને રાજીનામું અપાવીને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




