દેશમાં ૨૧માં સ્થાને પહોંચ્યુ
રાજકોટ,તા.૨૧
એરપોર્ટ પર યાત્રિકોને આપવામાં આવતી સુવિધાઓ અંગે એરપોર્ટ ઓથોરિટીએ દેશના ૫૬ એરપોર્ટમાં સરવે કરાવ્યો હતો. જેમાંથી રાજકોટ એરપોર્ટનો રાજ્યમાં ત્રીજા અને દેશભરમાં ૨૧મો ક્રમ રહ્યો છે. રાજ્યમાં પ્રથમ નંબરે વડોદરા એરપોર્ટ અને બીજા નંબરે સુરત એરપોર્ટ રહ્યું છે. પ્રથમ ક્રમે રહેલા વડોદરાને આ સરવેમાં ૫માંથી ૪.૭૮ માર્ક મળ્યા છે, જ્યારે સુરતને ૪.૫૮ અને રાજકોટને ૪.૪૮ માર્ક પ્રાપ્ત થયા છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશના ૫૬ ડમેસ્ટિક એરપોર્ટ પર મુસાફરોને મળવી જાઈએ તે સુવિધાઓનો સર્વે છે, જેમાં જુલાઈથી ડિસેમ્બર-૨૦૧૮ના સર્વેમાં રાજકોટ ડમેસ્ટિક એરપોર્ટ ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે અને દેશભરમાં ૨૧મા ક્રમે રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઇન્ટરનેશનલ એરપોર્ટનું દર ત્રણ વર્ષે અને ડમેસ્ટિક એરપોર્ટનું દર છ મહિને સર્વે કરતી હોય છે. જેમાં એરપોર્ટની અંદરની જુદી જુદી ૩૪ પ્રકારની સુવિધાઓથી યાત્રિકોને કેટલો સંતોષ છે તેના મંતવ્યો મુસાફરો પાસેથી જાણીને માર્ક્સ આપે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


