ન્યુ દિલ્હી,તા.૨૧
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ૧૪મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી NIAએ ૬ દિવસ બાદ એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં આતકંવાદી મસૂદ અઝહર અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ કરાયો છે. ૧૪મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદએ એક વીડિયો જાહેર કરી અને ઘટનાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલા બાદ ભારત પાકિસ્તાનના સબંધોમાં ખૂબ જ તણાવ સર્જાયું છે. પ્રાથમિક તપાસમાં મસુદ અઝહરે પાકિસ્તાન સાથે મળી આ કાવતરુ ઘડ્યું હોવાના હુમલાના પુરાવા મળ્યા છે.
પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાને આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવાએ ફાઇનાન્સીયલ ટાસ્ક ફોર્સને સોંપ્યા છે. અહેવાલો મુજબ, ભારતે પેરિસ સ્થિતિ FTATને એક ડોઝિયર સોંપ્યું છે જેમાં હુમલા સાથે જાડાયેલી અન્ય ગતિવિધીઓના પુરાવા છે. FTATએ પ્રતિક્રિયા આપી છે કે તે આ ડોઝિયરનો અભ્યાસ કરી અને પ્રતિક્રિયા આપશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




