સંબંધી હોવાનું કહી ૧૮ લાખના સોનાની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

0
9

રાજકોટ,તા.૧૪
રાજકોટ ગ્રામ્ય એસઓજીએ સૌરાષ્ટ્રમાં સગાની ઓળખ આપી વિશ્વાસમાં લઇ ૧૮ લાખના સોનાના દાગીનાની છેતરપિંડી કરનાર નિમેશ પુરોહિત નામના શખ્સની ધરપકડ કરી છે. નિમેશે વૃદ્ધ દંપતીઓને ટાર્ગેટ કરતો હતો. પોલીસે તેની પાસેથી ૯ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
અન્ય એક બનાવમાં સીઆઇડીની ઓળખ આપી સંત કબીર રોડ પર રહેતા ૬૧ વર્ષીય વેપારીને બે શખ્સોએ લૂંટ્યા છે. જેમાં ચેકિંગના બહાને વેપારી નયનભાઇ શિંગાળાની નજર ચૂકવી ચેકિંગ કરવાના બહાને ત્રણ સોનાની વીંટી, એક સોનાનો ચેઇન સહિતની સોનાની વસ્તુઓની લૂંટ કરી હતી. આ અંગે વેપારીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY