વાશિંગ્ટન,તા.૧૪
ભારત અને અમેરિકા સુરક્ષા ક્ષેત્રે અને ન્યૂકિલયર ક્ષેત્રે સહકાર વધારવા પર સહમત થયા છે. એટલું જ નહીં આ દિશામાં આગળ વધતા ભારતમાં છ ન્યૂકિલયર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. બંને દેશ તરફથી સંયુક્ત નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. ભારત અને અમેરિકાના અધિકારીઓએ વોશિંગ્ટન ખાતે બે દિવસ સુધી વાર્તાલાપ કર્યો હતો, જે બાદમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ વાર્તાલાપમાં ભારત તરફથી વિદેશ સચિવ વિજય ગોખલેએ ભાગ લીધો હતો. અમેરિકા તરફથી ધ યુએસ એન્ડરસેક્રેટરી ઓફ સ્ટેટ ફોર આર્મસ કંટ્રોલ એન્ડ ઇન્ટરનલ સિકિયોરિટીના અન્ડ્રીયા થોમ્પસન વાર્તાલાપમાં જોડાયા હતા.
બેઠક દરમિયાન અમેરિકાએ એવી ઈચ્છા વ્યકિત કરી છે કે દુનિયામાં સૌથી વધારે ઓઇલની ખરીદી કરતા ત્રીજા નંબરના દેશ ભારતને ડોનાલ્ડ ટ્રમ્પ વધારેમાં એનર્જી પ્રોડક્ટ વેચવા માંગે છે.
બંને દેશ તરફથી સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બંને દેશ પરસ્પર સુરક્ષા અને સિવિલ ન્યૂકિલયર સહકાર વધારવા માટે તૈયાર થયા છે. ભારતમાં છ યુ.એસ. ન્યૂકિલયર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માટે પણ બંને દેશ તૈયાર થયા છે.” જાકે, સંયુક્ત નિવેદનમાં ન્યૂકિલયર પાવર પ્લાન્ટ્સ અંગે વધારે માહિતી આપવામાં આવી નથી.
ભારત વર્ષ ૨૦૨૪ સુધી તેની ન્યૂકિલયર ક્ષમતાને ત્રણ ગણી કરવા માંગે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતે રશિયા સાથે પણ છ ન્યૂકિલયર રિએક્ટર બનાવવા માટે કરાર કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



