કોંગ્રેસને વધુ એક ફટકો, યુનિ.ના સેનેટ સભ્ય અને NSUIનાં પ્રમુખ ભાજપમાં જોડાશે

0
7

રાજકોટ,તા.૧૩
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અને સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા અને રાજકોટ શહેર-જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ જયકીશનસિંહ ઝાલા ભાજપમાં જોડાયા છે. આ બંને આજે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. આ સાથે જ ૫૦ જેટલા કોંગ્રેસ કાર્યકરો અને એનએસયુઆઈના આગેવાનો ભાજપમાં જોડાશે.
રાહુલ ગાંધીના પરિવારમાં જૂથવાદ ચાલે છે. દેશની સેવા કરવા માટે ભાજપમાં જોડાયા છીએ. આગામી દિવસોમાં વધુ યુવાનો ભાજપમાં આવશે.
લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ ભાજપ કોંગ્રેસમાં તોડજાડનું રાજકારણ શરૂ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા જ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યોને તોડીને ભાજપે વિપક્ષમાં ભંગાણ સર્જયું હતું. જિલ્લા પંચાયત બાદ હવે શિક્ષણ જગત સાથે સંકળાયેલા અને આજ દિવસ સુધી ભાજપનો કટ્ટર વિરોધ કરતાં સેનેટ સભ્યોને એનએસયુઆઈ પ્રમુખ ભાજપ તરફ નમ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY