સુદાનમાં તખ્તો પલટાવનાર નેતા ઇબ્ન ઔફે રાજીનામું આપ્યુ

0
11

ખાર્તોમ,તા.૧૩
આફ્રિકન દેશ સુદાનમાં ઝડપથી બદલાઈ રહેલી રાજકીય સ્થિતિ વચ્ચે સંરક્ષણ મંત્રી (સૈન્ય વડા) અવાદ ઇબ્ન ઔફે પદ છોડી દીધું છે. અવાદ ‘સુદાન મિલિટરી કાઉન્સિલ’ના પ્રમુખ હતા અને તેમની આગેવાનીમાં બુધવારે દેશમાં સત્તા ઉથલાવાઈ હતી.
અવાદે પદ છોડવાની જાહેરાત સરકારી ટીવી ચેનલ પર કરી. તેમણે લેફ્ટનન્ટ જનરલ અબ્દુલ ફતહ અબ્દુર્રહમાન બુરહાનને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા છે.
અવાદનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે ઉમર અલ બશીરે રાષ્ટ્રપતિપદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ લોકોનો વિરોધ અટકિયો નથી.
સુદાનના લોકોનું કહેવું છે કે તેમને આ સત્તાપરિવર્તન મંજૂર નથી, કારણ કે તેની આગેવાની કરનારા નેતાઓ પણ બશીરના અંગત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY