સુરત,તા.૧૦
સુરત શહેરમાં છાસવારે ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો મળી આવે છે જોકે, પોલીસના દબાણ ને લઈને આરોપીઓ દ્વારા હવે બાય રોડ આ જથ્થો લાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત શહેર પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG)ને મળેલી એક બાતમી મુજબ અજાણ્યા શખ્સોએ ગાંજાનો જથ્થો લાવી એક મકાનમાં સંતાડયો હતો. પોલીસે આ બાતમીના આધારે રેડ કરતા ૧૮ લાખ રૂપિયા રૂપિયાની કિંમતના ૩૦૦ કિલો ગાંજા સાથે બેની ધરપકડ કરી હતી.
સુરતમાં રહેતાં કેટલાક ઓરિસ્સાવાસી શખ્સો ઓરિસ્સાથી ટ્રેનમાં ગાજાનો જથ્થો લાવતા હોય છે પણ પોલીસ દ્વારા થતાં સતત ચેકિંગના લઈને આરોપી ભાગી જતા હોય છે અને ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં પોલીસના હાથે લાગી જતો હોય છે. ગાંજાનું નેટવર્ક તોડી પાડવા માટે ટ્રેનમાં પોલીસ તપાસનું દબાણ વધતા હવે ગઠિયાઓએ આ જથ્થો બાય રોડ લાવવાનું શરુ કરવામાં આવ્યું હતું, ત્યારે આવો જ એક ગાંજાનો જથ્થો આરોપીઓએ લાવીને એક મકાનમાં સંતાડયો હોવાની વિગતો સુરત સ્પેશિયલ ઑપરેશન ગ્રુપને મળતા ગતરોજ સાંજે અમરોલી માનસરોવર સર્કલ પાસે આવેલી શિરડી ધામ સોસાયટીમાં એક મકાનમાં ર્જીંય્જી દરોડા પાડયા હતા.
જોકે, પોલીસને આ મકાન માંથી ૩૦૦ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, તેની અંદાજિત કિંમત ૧૮ લાખ થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





