લૂંટેરી દુલ્હન : લગ્નની બીજી રાતે જ સવા ત્રણ લાખ લઇ ફરાર

0
26

રાજકોટ,તા.૯
જંક્શન પ્લોટ મેઇન રોડ શેરી નં. ૧૫/૨/બમાં રહેતાં સુમિત ઉમેશભાઇ વાઢેર (ઉ.વ.૨૪) નામના યુવાન સાથે મહારાષ્ટ્રના નાગપુરના નાંદેડના હદગાવ હડસનીની રાણી ઉર્ફે પાયલ ગાયકવાડ, નાગુપર હુડકેશ્વર ચોક મહાબલીનગરના ઉમેશ ઉર્ફે પપ્પુ ચુરે, સચીન ઉર્ફે મહેશ મરઘડે અને નાગપુરની નેહા બહાદુરે તથા અનુબેને મળી કાવત્રુ કરી લગ્નના નામે ઠગાઇ કર્યાની લેખિત ફરિયાદ પોલીસ કમિશનર કચેરી નાગરિક સુવિધા કેન્દ્રમાં થઇ છે. કન્યા જોવાના રૂ. સવા લાખ ત્યાં ચૂકવાયા હતાં. એ પછી લગ્નની બીજી જ રાતે કન્યા ઘરમાંથી રોકડ-દાગીના મળી સવા ત્રણ લાખની માલમત્તા ઉઠાવીને નાશી ગઇ છે.
સુમિત વાઢેરે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારો લગ્ન કરવાના હોય પરિચિત એવા પ્રકાશભાઇ જૈન મારફત કન્યા જોવા ૩ ડિસેમ્બરના રોજ રાજકોટથી નાગપુર ટ્રેન મારફત ગયા હતાં. સાથે મારા પિતા ઉમેશભાઇ અને માતા દક્ષાબેન તેમજ પ્રકાશભાઇ, પ્રવિણભાઇ ટાંક, દિપાલીબેન વાઢેર પણ હતા. નાગપુરમાં પ્રકાશભાઇએ જે છોકરી બતાવી એ પસંદ ન આવતાં ત્યાંથી ચાલીને નીકળી રસ્તા પર વાત કરતાં હતાં ત્યારે એક મહિલા મળી હતી જેણે પોતાનું નામ અનુબેન જણાવી અમને અટકાવી લગ્ન માટે કન્યા જોવી હોય તો પોતે બતાવશે તેવી વાત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY