હળવદમાં બાળકની સારવારના લાભાર્થે આયોજિત લોકડાયરામાં દાનનો ધોધ

0
841

 

કલાકારોએ ચાર્જ ન લીધો, ડાયરામાં ૧૨ લાખથી વધુનો ફાળો એકત્ર

હળવદમાં રહેતા માલુમ ખુશ ચંદ્રકાન્તભાઈ પંડ્યા નામના બાળકને થેલેસેમિયાની બિમારી હોવાથી મધ્યમવર્ગનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો ત્યારે આવી મુશ્કેલીની ઘડીમાં ખુશ પંડ્યાની સારવારના લાભાર્થે લોકડાયરો યોજવામાં આવ્યો હતો જેમાં નોટોનો વરસાદ થયો હતો અને ૧૨ લાખથી વધુની રકમ એકત્ર થઇ હતી

થેલેસેમિયાની બીમારીથી પીડાતા ખુશ પંડ્યાની જિંદગી બચાવવા પરિવાર દર મહિને 10 હાજરનો ખર્ચ કરે છે. પરંતુ ખુશની યોગ્ય સારવાર માટે લગભગ 30 લાખ જેવો ખર્ચ થાય તેમ છે. જેમાં સરકારી યોજના હેઠળ લગભગ 20 લાખ ની સહાય ખુશ ની જિંદગી બચાવ મળે તેમ છે. બાકીનો 10 લાખ નો ખર્ચ પરિવાર ને કરવો પડે તેમ છે ત્યારે ખુશની જિંદગી બચાવવા નિસ્વાર્થ ભાવે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર ફરીદામીર, જયમંતભાઈ દવે, હકુભા ગઢવી, ભરતદાન ગઢવી સહિતના કલાકારોનો લોકડાયરો શુક્રવારે યોજવામાં આવ્યો હતો

સરસ્વતી શિશુ મંદિર વાળું ગ્રાઉન્ડ સારા રોડ હળવદ ખાતે યોજાયેલા લોકડાયરામાં હળવદ યુવા ગ્રુપ તરફથી દાનની અપીલ કરવામાં આવી હતી અને માસૂમ ખુશ પંડ્યાની જિંદગી બચાવવા ડાયરામાં ઉપસ્થિત સૌ કોઈ અગ્રણીઓ અને નાગીર્કોએ યથાશક્તિ દાન કર્યું હતું અને ડાયરામાં ૧૨ લાખથી વધુની રકમ એકત્ર થઇ હતી જે રકમ ખુશની સારવારમાં વાપરવામાં આવશે અને હળવદના આં લાડકવાયા પુત્રની વ્હારે તમામ દાતાઓ અને અગ્રણીઓ આવ્યા હતા ત્યારે પરિવારે પણ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY