મોદી પરના વિવાદીત નિવેદનના કારણે રાહુલ ગાંધી દુઃખી, સીપી જાષીએ માંગી માંફી

0
7

ન્યુ દિલ્હી,તા.૨૩
રાજસ્થાનની એક ચૂંટણી સભામાં પીએમ નરેન્દ્ર મોદી પર વિવાદીત નિવેદન આપનાર કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સી પી જાષીને આખરે માફી માંગવી પડી છે. આ નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ખેત વ્યક્ત કર્યો હતો.કોંગ્રેસ અધ્યક્ષે સી પી જાષીને પણ દિલગીરી વ્યક્ત કરવા માટે સૂચના આપી હતી. જાષીએ પીએમ મોદી અને ઉમા ભારતની જાતિ તેમજ ધર્મ પર સવાલ ઉઠાવ્યો હતો.જેના કારણે ભાજપને કોંગ્રેસ પર નિશાન સાધવાની તક મળી ગઈ હતી.
એ પછી રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે આ પ્રકારની કોમેન્ટ કોંગ્રેસના મુલ્યો અને નીતિના વિરોધમાં છે.કોઈ એક વર્ગની લાગણીને દુખ પહોંચે તેવા નિવેદન આપવા જાઈએ નહી.મને આશા છે કે જાષીજીને તેમની ભૂલનો અહેસાસ થશે.
એ પછી સી પી જાષીએ ગણતરીની મિનિટોમાં ટિવટર પર ખેદ વ્યક્ત કરતુ નિવેદન આપ્યુ હતુ. જાષીએ ગુરુવારે કહ્યું હતુ કે ઉમા ભારતી અને ઋતંભરાની જાતિ કોઈને ખબર છે.દેશના ધર્મ અંગે એ જ વ્યકિત બતાવી શકે જે પંડિત છે.ઉમા ભારતી લોધી સમાજની છે અને હિંદુ ધર્મની વાત કરે છે.નરેન્દ્ર મોદી કયા ધર્મના છે તે હિન્દુ ધર્મની વાત કરે છે…૫૦ વર્ષમાં તેમની બુધ્ધિ બહાર નીકળી ગઈ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY