રાજકોટ,તા.૧૭
હિટમેન રોહિત શર્માએ રાજકોટના મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૧૮મો રન બનાવતા વનડે ક્રિકેટમાં ઓપનર તરીતે રનનો સંખ્યા ૭૦૦૦ને પાર કરી લીધી હતી. આ સાથે તે વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી ઝડપી ૭ હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો.
ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફોર્મેટમાં ઓપનર તરીકે સૌથી ઝડપી ૭૦૦૦ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડે મેચમાં રોહિત શર્માએ આ સિદ્ધિ પોતાના નામે કરી હતી.
હિટમેન રોહિત શર્માએ રાજકોટના મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૧૮મો રન બનાવતા વનડે ક્રિકેટમાં ઓપનર તરીતે રનનો સંખ્યા ૭૦૦૦ને પાર કરી લીધી હતી. આ સાથે તે વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી ઝડપી ૭ હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો. આ મામલામાં રોહિત શર્માએ આફ્રિકાની ટીમના પૂર્વ ઓપનર હાશિમ અમલા અને ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરને પાછળ છોડયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



