જુનાગઢ,તા.૧૭
જુનાગઢના સક્કરબાગમાં સિંહ-સિંહણની અનોખી પ્રેમકહાણી સામે આવી છે. સક્કરબાગમાં રહેતી સિંહણને મળવા માટે જંગલનો સિંહ ૧૫ ફુટ ઉંચી દિવાલ કુદીને આવે છે. જુનાગઢના સક્કરબાગનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સિંહ સક્કરબાગની દિવાલ કૂદીને સિંહણને મળવા જાય છે.
આ વીડિયો ઇન્દ્રેશ્વર પાસેનો છે. આ વીડિયો મામલે વન અધિકારીઓએ જણાવ્યું કે, સક્કરબાગમાં ૧૫ ફૂટ દિવાલ ઉંચી કરી હોવા છતાં સિંહ દિવાલ કૂદી જાય છે. તે રોજ દિવાલ કુદીને સિંહ બાગની સિંહણને મળવા માટે આવે છે. જોકે, સિંહ ગિરનારના જંગલનો છે, જે બાગની સિંહણને મળવા આવી પહોંચે છે. હાલ, સક્કરબાગમાં દિવાલ કૂદતાં સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહ-સિંહણના આ અનોખા પ્રેમની જુનાગઢમાં ચર્ચા ચાલી રહી છે.
વન અધિકારીઓએ કહ્યું કે, અગાઉ પણ અનેક વખત જંગલના સિંહો સક્કરબાગની સિંહણોને આ રીતે મળવા આવ્યા છે. ત્યારે સક્કરબાગ સત્તાવાળાઓએ દિવાલ ઉંચી કરી છતાં સિંહ ૧૫ ફૂટ ઊંચી દિવાલ વટાવી જાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



