અમદાવાદ,તા.૧૯
રાજ્યભરમાં અત્યારે શીયાળો જામ્યો છે. ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે રાજ્યમાં અત્યારે કોલ્ડ વેવ જેવી સ્થિતી છે. થીજાવી દેતી ઠંડીથી બચવા માટે લોકોએ તાપણા, વસાણા અને હીટરનો આશરો લીધો છે. નલિયા ૫.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજી બે દિવસ સુધી ઠંડીનું જાર યથાવત રહેશે. હાલમાં પ્રવર્તતા કોલ્ડવેવના કારણે ગાંધીનગર સહિત છ શહેરમાં ઠંડીનો પારો દશ ડિગ્રીથી નીચે ગગડતા સમગ્ર રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે.
રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું જાર અનુભવાયું છે. રાજકોટ ૧૨.૨ ડિગ્રી, સુરત ૧૨ ડિગ્રી, વલસાડ ૧૧.૧ ડિગ્રી, દિવ ૧૧.૫ ડિગ્રી, વડોદરા અને ભૂજમાં ૧૧.૪ ડિગ્રી, મહુવા ૧૦.૭ ડિગ્રી, અમદાવાદ ૧૧.૨ ડિગ્રી, ડીસામાં ૮.૫ ડિગ્રી, અમરેલી ૮.૫ ડિગ્રી, ગાંધીનગર ૭.૨ ડિગ્રી, અને કંડલામાં ૬.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આ સાથે જ નલિયા ૫.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
ગિરનાર પર્વત તો જાણે થીજી ગયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન ૪.૬ ડિગ્રી નોંધાયું છે. નલીયામાં લઘુત્તમ તાપમાનનો પારો ૫.૮, અમરેલીમાં ૮.૫, જુનાગઢમાં ૯.૬ ડિગ્રી નોંધાયો છે.
લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરવાની સાથોસાથ પવનની ગતિમાં પણ જારદાર વધારો થતાં કાતીલ ઠંડા પવનો ફૂંકાયા હતા. રાજકોટમાં સવારે ૧૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૧૨.૨ ડિગ્રી હતું પરંતુ પવનની ગતિ વધુ હોવાથી જનજીવન થરથર કાપી રહ્યું છે.
તો આ સાથે જ ગુજરાતના સીમાડે આવેલા આબુમાં પણ ઠંડીએ માઝા મુકી છે. અત્યારે માઉન્ટ આબુમાં તાપમાન શુન્ય પર પહોંચી ગયું છે. ઉત્તરભારતમાં થયેલી ભારે હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીએ માઝા મુકી છે અને દિવસભર કાતીલ અને સુસવાટાભર્યા પવનો ફૂંકાઈ રહ્યા છે.
ભારે ઠંડીને પગલે કિમમાં એક મહિલાનું મોત થયાનાં અહેવાલ પણ સામે આવ્યા છે. આ સાથે જ અતિશય ઠંડીને કારણ લોકોનાં જનજીવન પર વ્યાપક અસર જાવા મળી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



