સ્ટેચ્યુ જોઈ પરત ફરતા સુરત ના પરિવારને અકસ્માત નડતા એક મહિલાનું મોત

0
163

સુરતના નાનપુરા વિસ્તાર ના એવન્યુ એપાર્ટમેન્ટ માંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા શાહ પરિવાર ની ગાડી નું ટાયર ફાટતા ગાડી પલ્ટી ખાતા અકસ્માત નડ્યો  

રાજપીપળા : હાલમાં નર્મદા ના કેવડિયા પાસે બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા પ્રવાસીયો ની ભારે ભીડ રહે છે ત્યારે વારંવાર અકસ્માત પણ જોવા મળતા હોય શનિવારે સુરત ના નાનપુરા વિસ્તાર માં આવેલા એવન્યુ એપાર્ટમેન્ટ માં રહેતા શાહ પરિવાર ના લોકો સ્ટેચ્યુ તરફ ફરી પરત વડોદરા જવા તેમની કાર નં.જી જે 06 કેપી 18202 માં નીકળ્યા ત્યારે નજીક ના સુરવા ગામ પાસે કાર નું ટાયર અચાનક ફાટી જતા એમની ગાડી રસ્તા પર પલ્ટી ખાતા અંદર બેઠેલા ને ઈજાઓ થઈ જેમાં પ્રાચીબેન વૃષભકુમાર શાહ (24) ને માથા મા ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક વડોદરા ની એક હોસ્પિટલ લઈ ગયા પરંતુ ફરજ પર ના તબીબે તેમને મૃત જાહેર કરતા શાહ પરિવાર ની ખુશી ગમ માં ફેરવાઈ ગઈ હતી ,તિલકવાડા પોલીસે આ બાબતે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY