ન્યુ દિલ્હી,તા.૨૧
રાફેલ ડીલ પર કોંગ્રેસ સતત ભાજપા પર હુમલો કરી રહી છે. ત્યારે ભાજપ ધ્વારા પર કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવીને રાહુલ ગાંધીના કરિયરને બચાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ તેમની આ કોશિશ કામ નહીં આવે. ભાજપા રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ધ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ ખોટું ફેલાવી રહી છે પરંતુ તેનાથી તેમનું ભલું નહીં થાય. સંબિત પાત્રા ધ્વારા કોંગ્રેસ અધ્યક્ષ પર જારદાર પ્રહાર કરવામાં આવ્યા છે.
સંબિત પાત્રા ધ્વારા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસે યુપીમાં તેમને ખાટ પર લોન્ચ કરવાની કોશિશ કરી પરંતુ તેમને સફળતા મળી નહીં. ત્યારપછી સાઇકલ પર રાહુલને લોન્ચ કરવાની કોશિશ કરવામાં આવી પરંતુ સાઈકલના ટાયરે સાથે છોડી દીધો. હવે રાહુલને લોન્ચ કરવા માટે કોંગ્રેસ રાફેલનો સહારો લઇ રહી છે પરંતુ તેમાં તેમને કોઈ સફળતા નહીં મળે.
રાફેલ અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામી ચુકી છે. રાહુલ ગાંધીએ “ચોકીદાર ચોર” ધ્વારા ભાજપ પર પ્રહાર કર્યા તો ભાજપે પણ ગાંધી પરિવાર પર હવાલા ધ્વારા પૈસા ભેગા કરવાનો આરોપ લગાવ્યો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ધ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ગાંધી પરિવાર બેંગ્લોરથી દિલ્હી હવાલા ધ્વારા પૈસા મોકલાવે છે જયારે સંબિત પાત્રાએ રાફેલ પર કોંગ્રેસના આરોપોને નકારતા કહ્યું કે તેનાથી રાહુલ ગાંધીના કરિયરને ગતિ નહીં મળે.
સંબિત પાત્રા ધ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે કિલોના હિસાબથી પૈસા કર્ણાટકથી દિલ્હી કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચાડવામાં આવે છે, આ પૈસા કરોડોમાં છે. ભાજપા પ્રવક્તા ધ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસને રાહુલ ગાંધીની છબી સારી બનાવવા માટે પૈસાની જરૂર છે. પાર્ટીનું બધું જ ધ્યાન સોનિયા અને રાહુલ ગાંધી પર છે, જયારે ગાંધી પરિવારનું ધ્યાન પૈસા પર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



