ફિલ્મને હિટ કરવા શાહરુખ ખાન ઝીરોમાં કવ્વાલી ઉમેરશે..?

0
7

મુંબઈ,તા.૨૦
બોલિવૂડના બેતાજ બાદશાહ મનાતા શાહરુખ ખાને પોતાની રજૂઆતને આરે ઊભેલી ફિલ્મ ઝીરોમાં કવ્વાલી તરીકે ઓળખાતા ગીતનો ઉમેરો કર્યો હોવાની માહિતી મળી હતી.
યશ રાજની આમિર ખાન અને અમિતાભ બચ્ચનને ચમકાવતી ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દોસ્તાન ફ્લોપ નીવડયા પછી શાહરુખ ચોંકી ઊઠયો છે. અગાઉ એની પણ રઇસ, ફેન અને જબ હેરી મેટ સેજલ જેવી ફિલ્મો ફ્લોપ નીવડી હતી. હવે ઝીરો ફ્લોપ નીવડે તો એને ભારે નુકસાન થાય એમ છે અને એની કારકિર્દીને પણ જબરી હાનિ પહોંચી શકે છે.
ક્રિસમસ પર રજૂ થનારી આ ફિલ્મમાં આનંદ એલ રાય અને શાહરુખ ખાને એક કવ્વાલી ઉમેરવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મમાં લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી શાહરુખ ખાનને વહેંતિયા તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા જેવી મોખરાની અભિનેત્રીઓ છે અને સલમાન ખાનનો એક કેમિયો પણ છે.
આમ છતાં શાહરુખ કોઇ જાખમ લેવા માગતો નથી એટલે એક ગીત ઉમેરવાનો નિર્ણય કર્યો હતો. આ કવ્વાલી માટે પસંદ કરાયેલા સંગીતકાર અને ગાયકો મરાઠી ફિલ્મ ઉદ્યોગના છે. ટૂંક સમયમાં એ લોકો રેકો‹ડગ કરવાના છે એમ આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે કહ્યું હતું. આ કવ્વાલીનું શૂટિંગ ૩૦ નવેંબરે ફિલ્મ સિટિમાં કરવાના છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY