સમસ્તીપુર,તા.૨૧
બિહારનાં સમસ્તીપુરમાં રસ્તાનાં કિનારે પડેલા એક નવજાતનાં શવ પ્રત્યે લોકોની સંવેદનહીનતા સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક શ્વાન નવજાત શિશુને નોચી-ખરોચીને ખાઈ રહ્યું હતું અને લોકો તેનો વીડિયો બનાવવામાં મશગુલ હતાં.
આ ઘટના થાણા નગર વિસ્તારનાં સર્કિટ હાઉસ નજીકની છે. જ્યાં રસ્તા પર એક શ્વાન નવજાત શિશુને ખરોચીને ખાઈ રહ્યું હતું ત્યાં લોકો પોતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરતાં માત્ર પૂતળું બનીને જાઈ રહ્યા હતા. વીડિયો બનાવવામાં મશગુલ લોકોમાં કોઈને પણ શ્વાનને ભગાડવું કે નવજાતને બચાવવું ઠીક ન લાગ્યું. જે જગ્યાએ શ્વાન નવજાતને ખરોચીને ખાઈ રહ્યું હતું ત્યાં જ રસ્તાની એક તરફ સદર હોસ્પિટલ અને બીજી તરફ સર્કિટ હાઉસ છે.
અજ્ઞાનતાએ હદ તો ત્યાં વટાવી જ્યારે સ્થાનિક નિવાસીઓએ જણાવ્યું કે, આ નવજાતને અહિંયા કોણે અને કિયારે મુકિયું તેની કોઈને જાણ નથી. તેમજ આ મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગનાં વડાઓ પ્રશ્નોનાં ઘેરામાં છે. અને સ્વાસ્થ્ય વિભાગ સાથે જાડાયેલાં અધિકારીઓ આ બાબતે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



